Aaj Na Shubh Divse

News of Wednesday, 31st July, 2013

આજના શુભ દિવસે...158

   પરિચય, મિલન, મેળાપ, સાયુજય, સહવાસ વગેરે શબ્‍દો વડે આપણે એટલું પામીએ છીએ કે માણસ એકલો હોય તો આ બધા શબ્‍દો અર્થહીન થઇ જાય છે. કોઇ વ્‍યકિત એકલી અટૂલી રહે તો એને બીજાનો પરિચય ન થાય એટલું જ નહીં પણ પોતાનો પરિચય પણ ન થઇ શકે. આપણો પરિચય અને આપણી ઓળખાણ બીજાઓ સાથેના સાહચર્યથી વધારે મળે છે. સંબંધ સંઘર્ષ વગરનો ન હોઇ શકે. આ બન્‍ને સાથે આવે છે. બીજા સાથેના સંઘર્ષ વખતે ખબર પડે કે એવી કટોકટીની પળોમાં તમે બીજા સાથે કેવી રીતે વર્તો છો, બીજા સાથેનું વર્તન એ આપણા પરિચયનો અરીસો છે.

   -હ્યુ પ્રેથર

   સ્‍વાસ્‍થ્‍ય જાળવણી

   Alfa  અને Betra કેરોટીન તેમજ Cryproxanthin નામના ફાયટોકેમીકલ્‍સ કેન્‍સર સામે રક્ષણ આપે છે.

   આ સક્કરીયા, કેરી, ગાજર, જલદારૂ, કોળું, નારંગી, પાલક, પપૈયા અને અનાનસમાં મળે છે.

   વિનુભાઇ જગડા

   ઇન્‍દુબેન જગડા

   મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

    

 (05:30 am IST)
[social_media]
 
 
[all_news_right_side]