Birthday

News of Tuesday, 2nd April, 2013

જામજોધપુર જૈન સોશ્‍યલ ગ્રુપના સ્‍થાપક પ્રમુખ પ્રો. સી.એમ. મહેતાનો ૬૮મો જન્‍મદિન

જામજોધપુર જૈન સોશ્‍યલ ગ્રુપના સ્‍થાપક પ્રમુખ પ્રો. સી.એમ. મહેતાનો ૬૮મો જન્‍મદિન

   જામજોધપુર, તા. ૧ :. કોલેજના પૂર્વ હેડ ડીપાર્ટમેન્‍ટ ઓફ ઈકોનોમીક્‍સ તેમજ જામજોધપુર જૈન સોશ્‍યલ ગ્રુપના સ્‍થાપક પ્રમુખ પ્રો. સી.એમ. મહેતાનો આજે તા. ૧ એપ્રિલના ૬૮મો જન્‍મ દિવસ છે.

   પ્રો. સી.એમ. મહેતા ભૂતકાળમાં સૌરાષ્‍ટ્ર યુનિ.માં સતત ત્રણ ટર્મ સુધી ચેરમેન બોર્ડ ઓફ ઈકોનોમીક્‍સ તરીકે સેવા આપી ચૂકેલા છે. સૌરાષ્‍ટ્ર યુનિ.માં યુજીસી સૂચીત અભ્‍યાસક્રમોના ઈકોનોમીક્‍સના ૧૭ જેટલા પુસ્‍તકોમાં સહલેખક તરીકેની કામગીરી કરેલ છે. પ્રો. સી.એમ. મહેતાના આર્થિક તેમજ સામાજીક લેખો અવારનવાર પ્રગટ થતા રહે છે.

   પ્રો. સી.એમ. મહેતાના જીવનની સૌથી મહત્‍વની વિશિષ્‍ટતા એ છે કે ૬૮ વર્ષની ઉંમરમાં કોઈપણ શીયાળાની કડકડતી ઠંડીમાં પણ એક પણ ગરમ વસ્‍ત્ર ધારણ કરેલ નથી. ૧૯૭૪થી રક્‍તદાન પ્રવૃતિમાં સક્રિય છે. તેમજ ફ્રી જૈન મેરેજ બ્‍યુરોનું સંચાલન કરી રહેલા છે. તેમના મો. નં. ૯૪૨૭૨ ૮૦૨૮૭ છે.

 (04:55 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]