Birthday

News of Friday, 5th April, 2013

અખિલ સૌરાષ્‍ટ્ર રઘુવીર સેનાના ચેરમેન દિવ્‍યેશ રાજદેવનો કાલે જન્‍મદિવસ

અખિલ સૌરાષ્‍ટ્ર રઘુવીર સેનાના ચેરમેન દિવ્‍યેશ રાજદેવનો કાલે જન્‍મદિવસ

   રાજકોટ તા. ૫ : અખિલ સોૈરાષ્‍ટ્ર રઘુવીર સેના રાજકોટનાં યુવા ચેરમેન દિવ્‍યેશ રાજદેવનો કાલે ૬ એપ્રિલના જન્‍મદિન છે. પોતાનાં યશસ્‍વી જીવનનાં ૪૪ માં વર્ષમાં પ્રવેશી રહેલા દિવ્‍યેશ રાજદેવ, રાજદેવ પરિવારનાં માધ્‍યમથી અત્‍યાર સુધીમાં લાખો દર્દી નારાયણ, દરિદ્રનારાયણ, અબોલ જીવો તેમજ માનવતાની સેવામાં તન-મન-ધનથી ઉપયોગી થયા છે. સોૈરાષ્‍ટ્રની ખ્‍યાતનામ ૧૨૦ બેડની મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી, માનવતાવાદી શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્‍પિટલનાં મુખ્‍ય દાતા -ટ્રસ્‍ટી દિવ્‍યેશ રાજદેવે સમગ્ર વિશ્વના રઘુવંશી સમાજમાં નાત જમણ, દાંડીયા રાસ, જલારામ જયંતી મહોત્‍સવ સહિતનાં મેગા સફળ આયોજનો થકી આદરભર્યુ સ્‍થાન મેળવ્‍યુ છે. અખિલ ગુજરાત લોહાણા સમાજનાં વરિષ્‍ઠ ઉપપ્રમુખ દિવ્‍યેશ રાજદેવ સોૈરાષ્‍ટ્રના જરૂરીયાત મંદ રઘુવંશી કુંટુબોનું ‘ઘરનું ઘર' નું સ્‍વપ્‍ન સાકાર થાય તે માટે ‘જલારામ આવાસ યોજના' માં માતબર અનુદાન આપી રહ્યાં છે. ગુજરાત તેમજ દેશના અનેક મહાજનો, જલારામ મંદિરો, સેવા સંસ્‍થાઓમાં ટ્રસ્‍ટી સલાહકાર -માર્ગદર્શક તરીકે સેવા આપી રહેલાં દિવ્‍યેશ રાજદેવ (મો.૯૮૨૫૦ ૭૪૬૨૧) કાનુડા મિત્ર મંડળના પ્રમુખ તરીકે બજાવેલી સેવા બદલ તેમજ રક્‍તદાન પ્રવૃતિ અંગે ગુજરાત સરકાર દ્વારા સન્‍માનિત થયાં છે. અનેકવિધ ગોૈશાળા - પાંજરાપોળો, સેવા સંસ્‍થાઓનાં માર્ગદર્શક તેમજ મધુરમ કલબનાં પ્રમુખ દિવ્‍યેશ રાજદેવ ભવિષ્‍યમાં રાજકોટનાં આંગળે રઘુવંશી યુનિવર્સિટી તેમજ જલારામ આવાસ યોજના સહિતનાં મહત્‍વાકાંક્ષી સ્‍વપ્‍નો સેવી રહ્યા છે

 (06:10 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]