Birthday

News of Tuesday, 9th April, 2013

મુઠ્ઠી ઉચેરા માનવીઃ રાજકોટ રેન્‍જ આઈજી પ્રવિણ સિંહાનો જન્‍મદિવસ

આજે યશસ્‍વી જીવનના ૫૨માં વર્ષમાં પ્રવેશ

મુઠ્ઠી ઉચેરા માનવીઃ રાજકોટ રેન્‍જ આઈજી પ્રવિણ સિંહાનો જન્‍મદિવસ

   રાજકોટ, તા. ૯ :. ગુજરાત પોલીસ તંત્રના કાર્યદક્ષ નિષ્‍ઠાવાન અને પ્રમાણિક આઈ.પી.એસ. અફસરોમાં મોખરાનું સ્‍થાન ધરાવતા રાજકોટ રેન્‍જ આઈ.જી.પી. પ્રવિણસિંહાનો આજે જન્‍મદિવસ છે, પ્રવિણસિંહા યશસ્‍વી જીવનના ૫૧ વર્ષ પૂર્ણ કરી ૫૨ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

   રાજકોટના મોરબી શહેરથી કારકિર્દીનો પ્રારંભ કરનાર પ્રવિણસિંહા આણંદ એસ.પી., લાંચ રૂશ્વત વિરોધી બ્‍યુરો વડોદરા જોઈન્‍ટ પોલીસ કમિશ્નર અને જૂનાગઢ રેન્‍જ આઈ.જી. તથા રાજકોટ રેન્‍જ આઈ.જી.પી. વિ. સ્‍થળે ખંત-નિષ્‍ઠાથી ફરજ બજાવવા માટે જાણીતા છે.

   આજના યુગમાં કલ્‍પના પણ ન થઈ શકે તેવું સાદગીભર્યુ જીવન ગુજારતા પ્રવિણસિંહાએ જૂનાગઢ રેન્‍જની ફરજ દરમ્‍યાન જાણીતા સેવાભાવી ત્રિમૂર્તિ હોસ્‍પીટલવાળા સર્જન ડો. ચિખલીયા સાથે સતત ૧ વર્ષ સુધી પરીણામલક્ષી કેમ્‍પો કરેલા અને સંતોએ તેમન આ કાર્યને લીધે ‘ખાખી' વરદીમાં રહેલા સંત તરીકે બિરૂદ આપેલ.

   જૂનાગઢ રેન્‍જનાં કાર્યકાળ દરમ્‍યાન દિવ કેન્‍દ્ર શાસિત રાજ્‍ય હોવા છતા તેમના બાર માલિકો પર આકરી તવાઈ ઉતારી જૂનાગઢ રેન્‍જમાં દારૂ કોઈ કાળે પ્રવેશી ન શકે તેવો કાયદાનો દંડુકો ઉગામેલો. આ આઈપીએસ અફસરે સીબીઆઈની ફરજ દરમ્‍યાન હાલના સુરતના પોલીસ કમિશ્નર રાકેશ આસ્‍થાના સાથે રહી દેશભરમાં ચકચારી બનેલા લાલુપ્રસાદના ચારા કૌભાંડમાં ગુન્‍હો દાખલ થઈ શકે તેવા જડબેસલાક પુરાવા એકઠા કરેલા. સીબીઆઈ ફરજ દરમ્‍યાન મેડીકલ એડમીશન ટેસ્‍ટના ગોટાળા જેવા અનેક કૌભાંડોનો પર્દાફાશ કરેલો. આજે જન્‍મદિવસે કોઈ ફાર્મહાઉસ કે લકઝરી હોટેલમાં જન્‍મદિવસ ઉજવવાને બદલે મંદિરમાં જઈ પૂજા-સેવાકીય સંસ્‍થાની મુલાકાત અને કામને જ પૂજા ગણતા આ અધિકારી સવારથી જ ઓફિસ કામગીરીમાં વ્‍યસ્‍ત રહ્યા હતા.

   મો. ૯૯૭૮૪ ૦૬૨૯૩

 (01:33 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]