Birthday

News of Monday, 15th April, 2013

બાબરાના કવિ-લેખક અને ચેમ્‍બરના મહામંત્રી કે.ડી.સેદાણીનો જન્‍મદિન

બાબરાના કવિ-લેખક અને ચેમ્‍બરના મહામંત્રી કે.ડી.સેદાણીનો જન્‍મદિન

   બાબરા તા.૧પ : કવિ-લેખક અને ચેમ્‍બર ઓફ કોમર્સના મહામંત્રી કે.ડી.સેદાણીનો આજે સોમવારે જન્‍મદિન છે. તા.૧પ/૪/૬પ ના રોજ જન્‍મેલા શ્રી સેદાણી સોમવારે તેના પ્રગતિશીલ જીવનના ૪૮ વરસ પૂર્ણ કરી ૪૯ના વર્ષમાં પ્રવેશ કર્યો છે.

   શ્રી સેદાણીએ પ્રાથમીક શિક્ષણ બાબરા અને માધ્‍યમીક શિક્ષણ અમરેલીમાં લીધેલું એચ.એચ.સી. (કોમર્સ) સુધી ભણેલા શ્રી સેદાણી બાબરા ચેમ્‍બર ઓફ કોમર્સ સાથે બે દયાકાથી સંકળાએલા છે.જેમાં તેઓ ચેમ્‍બરના સ્‍થાપક પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપ્‍યા બાદ હાલ ચેમ્‍બરના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

   આકાશવાણીના રાજકોટ કેન્‍દ્ર પરથી પણ તેમની મુલાકાતો વાર્તાલાપો અને સ્‍વરચિત ગીતો ઘણી વખત સાંભળવા મળે છે. સાહિત્‍ય અને સમાજસેવાની સુંદર કામગીરીને કારણે તેમને સન. ર૦૧૦માં ‘‘બાબરા-રત્‍ન'' એવોર્ડથી સન્‍માનીત કરવામાં આવેલ હતા. તેમના જન્‍મદિને (મો.નં. ૯૪૦૮૩ ૧૭ર૩૯) પર શુભેચ્‍છકો-મિત્રોનો અભિનંદન વર્ષા થઇ રહી છે.

    

 (02:11 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]