Birthday

News of Monday, 15th April, 2013

‘‘પ્રવાસી નેતા'' તરીકે યુવાનોમાં લોકપ્રિય બનેલા યુવા ભાજપ મંત્રી ગૌતમ ગૌસ્‍વામીનો આજે જન્‍મદિન : ૩૧ મા વર્ષમાં પ્રવેશ

‘‘પ્રવાસી નેતા\'\' તરીકે યુવાનોમાં લોકપ્રિય બનેલા યુવા ભાજપ મંત્રી ગૌતમ ગૌસ્‍વામીનો આજે જન્‍મદિન : ૩૧ મા વર્ષમાં પ્રવેશ

   રાજકોટ : પ્રદેશ યુવાભાજપ મંત્રી ગૌતમ ગૌસ્‍વામીનો આજે જન્‍મ દિવસ છે. જીવનના ત્રીસ વર્ષપૂર્ણ કરી એકત્રીસમાં વર્ષમાં પ્રવેશી રહયા છે ત્‍યારે ચોમેરથી જન્‍મદિવસની શુભાકામના મળી રહી છે

   ગૌતમ ગૌસ્‍વામી બાળપણથી રાષ્‍ટ્રવાદ અને આર.એસ.એસની વિચારધારા સાથે જોડાયેલા છે. યુવાકાળથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય પાર્ટીમાં ભૂતકાળમાં વિવિધ જવાબદારીઓ સંભાળી ચુકયા છે. અને વર્તમાનમાં પ્રદેશ યુવા ભાજપના મંત્રી તરીકે ની જવાબદારી સંભાળી સાથો સાથ સુરેન્‍દ્રનગર અને કચ્‍છ યુવા ભાજપ પ્રભારી તરીકે જવાબદારી સંભાળી યુવા વર્ગમાં પ્રવાસી નેતા તરીકેની છાપ ધરાવે છે. ધર્મ રક્ષક પરિષદ, ભારત વિકાસ પરિષદ નરેન્‍દ્રમોદી ફેન કલબ, દશનામ ગૌસ્‍વામી યુવક મંડળ અને જ્ઞાતિની પેટા સંસ્‍થાઓમાં પણ વિવિધ જવાબદારી સંભાળી કીકેટ ર્ટુનામેન્‍ટ, ગણપતિ મહોત્‍સવ જેવા કાર્યક્રમોથી યુવાનોમાં લોકપ્રિય બન્‍યા છે. તેમના જન્‍મદિવસે તેમના માતા દમયંતિબેન પત્‍નિ અનિતાબેન, પુત્ર રૂદ્ર સહિતના સાથે પરિવારજનો તેમજ ગુજરાતભરના યુવા ભાજપના આગેવાન કાર્યકર્તાઓ દ્વારા તેમના મો.નં. ૯૮૯૮૨ ૯૫૮૩૪ પર જન્‍મ દિવસની શુભેચ્‍છાઓ મળી રહી છે.

    

 (05:28 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]