Birthday

News of Tuesday, 16th April, 2013

પુરૂષાર્થ, પરમાર્થ અને પ્રગતિનું પ્રતીક ભીખાભાઈ વસોયાઃ હેપી બર્થ ડે

પુરૂષાર્થ, પરમાર્થ અને પ્રગતિનું પ્રતીક ભીખાભાઈ વસોયાઃ હેપી બર્થ ડે

   રાજકોટઃ શહેર ભાજપના નવનિયુક્‍ત અધ્‍યક્ષ ભીખાભાઈ વસોયાનો આજે જન્‍મ દિવસ તા. ૧૬-૪-૧૯૬૭ના રોજ લોધીકા તાલુકાના ચીભડા ગામે જન્‍મેલા ભીખાભાઈ અનેક રાજકીય મહાનુભાવો સાથે કામગીરી કરનાર ભાજપના એક કુશળ સંગઠક એવા યોદ્ધા છે. ખૂબ નાની વયથી તેઓ રાષ્‍ટ્રવાદના રંગે રંગાઈ ભાજપના સંનિષ્‍ઠ સૈનિક બની અનેક હોદ્દાઓને પોતાની આગવી સુઝબુઝથી દિપાવ્‍યા છે.

   શહેર ભાજપ મંત્રી તથા ઉપાધ્‍યક્ષ તેમજ વર્ષ ૨૦૦૯ના સંગઠન પર્વના સહઈન્‍ચાર્જ તરીકે યશસ્‍વી કામગીરી કરેલ અને વર્તમાનમાં શહેર ભાજપના અધ્‍યક્ષ પદની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમજ મહાનગરના ડે. મેયર પદે રહી લોકસેવાની નોંધપાત્ર કામગીરી કરેલ છે. આજે સુડતાલીસમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

   ભીખાભાઈ વસોયા રાજકીય તેમજ સામાજીક ઉપરાંત ધંધા-રોજગારમાં પણ સફળતાના શીખરો સર કર્યા છે. જેમા ચીભડા ગામે ખેતીની સાથોસાથ હીરા ઉદ્યોગજગત સાથે સંકળાયેલા છે અને આ ક્ષેત્રમાં પણ એક સફળ બીઝનેશમેન સાબિત થયા છે. હસમુખો ચહેરો અને મળતાવડો સ્‍વભાવ ધરાવતા ભીખાભાઈએ વિધાનસભા ૭૧ ના ઈન્‍ચાર્જ પદે રહી અનેક અડચણો વચ્‍ચે ભાનુબેન બાબરીયાને જંગી બહુમતીથી જીતાડયા છે.

   આજે ભીખાભાઈ વસોયાના જન્‍મ દિવસે ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ વજુભાઈ વાળા, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્‍યકક્ષાના મંત્રી ગોવિંદભાઈ પટેલ, મંત્રી સૌરભભાઈ પટેલ, પૂર્વ અધ્‍યક્ષ ધનસુખભાઈ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા, મેયર જનકભાઈ કોટક, ડે. મેયર દિપાબેન ચીકાણી, સ્‍ટે. ચેરમેન ડો. જૈમનભાઈ ઉપાધ્‍યાય, નેતા રાજુભાઈ બોરીચા, દંડક શામજીભાઈ ચાવડા સહિતના સાથે શહેરભરના ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ મો. નં. ૯૬૨૪૦ ૩૯૩૯૪ ઉપર શભેચ્‍છા પાઠવી રહ્યા છે.

    

 (04:09 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]