Birthday

News of Thursday, 18th April, 2013

રાજકોટના યુવા રેવન્‍યુ પ્રેકટીશનર્સ શૈલેષભાઇ પરસોંડાનો આજે જન્‍મદિવસ

<br />રાજકોટના યુવા રેવન્‍યુ પ્રેકટીશનર્સ શૈલેષભાઇ પરસોંડાનો આજે જન્‍મદિવસ

   રાજકોટ તા. ૧૮ : રાજકોટના યુવા એડવોકેટ રેવન્‍યુ પ્રેકટીશનર્સ શૈલેષ બી.પરસોંડાનો આજે જન્‍મદિવસ છે. ૧૮ એપ્રિલ ૧૯૭૪ ના રોજ જન્‍મેલ અને સને-૧૯૯૯ માં એલ.એલ.બી. ની ડીગ્રી મેળવી છેલ્લા ૧૩ વર્ષ થી વકીલાતના વ્‍યવસાય સાથે સંકળાયા છે સને ૨૦૦૮ થી તેઓ રાજકોટ નાગરીક સહકારી બેંકમા લીગલ એડવાઇઝર તરીકે સેવા આપી રહયા છે.

   વકીલાત ક્ષેત્રે ખૂબજ ટૂંકાગાળામાં તેઓએ સારી એવી પ્રગતિ કરેલ છે રાજકોટ રેવન્‍યુ બાર એસોસીએશન સને-૨૦૧૩ ના વર્ષમાં કારોબારી મેમ્‍બર તરીકે સેવા આપે છે. તેમજ સમસ્‍ત કોળી સમાજના વિચારોને ઉજાગર કરતું મુખપત્ર ‘‘ઓમ કાર'' માસીક મેગેઝીનમાં માનદ્‌મંત્રી તરીકે સેવા આપે છે.

   શૈલેષ બી.પરસોંડા ના પિતાશ્રી ડો.ભીખુભાઇ મોહનભાઇ પરસોંડા ના પુત્ર તેમજ હરેશ બી.પરસોંડાના નાનાભાઇ શૈલેષભાઇ નો આજે જન્‍મદિવસ હોય મિત્રો, શુભેચ્‍છકો, વકીલો જ્ઞાતિજનો તરફથી તેઓને મો. ૯૯૯૮૦ ૩૯૯૫૨ ઉપર જન્‍મ દિનની શુભેચ્‍છા વ્‍યકત થઇ રહી છે.

    

 (01:07 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]