Birthday

News of Thursday, 18th April, 2013

સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને આત્‍મસાત કરનાર શુભત્‍વથી શોભતા ધારાશાષાી કમલેશ શાહનો જન્‍મદિન

સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને આત્‍મસાત કરનાર  શુભત્‍વથી શોભતા ધારાશાષાી કમલેશ શાહનો જન્‍મદિન

   રાજકોટ તા.૧૮ : સૌરાષ્‍ટ્ર અને ગુજરાતના ન્‍યાય વર્તુળોમાં પોતાના મિલનસાર સ્‍વભાવથી ખુબ જાણીતા બનેલા ધારાશાષાી કમલેશ શાહનો આજે તેના યશસ્‍વી જીવનના ૪૭ વર્ષ પુર્ણ કરી ૪૮માં પ્રગતિશીલ જીવનમાં મંગલ પ્રવેશ કર્યો છે.

   સૌરાષ્‍ટ્રની જુની પેઢીના કાયદા નિષ્‍ણાંત સ્‍વ.નટવરલાલ પોપટલાલ શાહના સુપુત્ર કમલેશ શાહ છેલ્લા બે દાયકાથી રાજકોટમાં વકિલાત કરી રહ્યા છે. અનેક ન્‍યાય વાંચ્‍છુકોને ન્‍યાય અપાવવામાં કમલેશ શાહનો ખુબ મોટો ફાળો રહ્યો છે. યારોના યાર ગણાતા કમલેશ શાહ પ્રકૃતિ પ્રેમી અને વાઇલ્‍ડ લાઇફના ખુબ શોખીન તેમજ મિત્ર વર્તુળોમાં તો સાવજ પ્રેમી તરીકે ઓળખાય છે. ધારાશાષાી કમલેશ શાહ અનેક સામાજીક, શૈક્ષણિક સંસ્‍થાઓ સાથે ઘનિષ્‍ઠતાથી જોડાયેલા છે. રાજકોટ બાર એસોસીએશનના ઉપપ્રમુખ પદે યશસ્‍વી કામગીરી બજાવેલ છે. વણીક સમાજના આગેવાન તરીકે ઉભરતી પ્રતિભા કમલેશ શાહ રાજકોટ મહાજન પાંજરાપોળ તથા એનીમલ હેલ્‍પલાઇનમાં કાયદા નિષ્‍ણાંત તરીકે સેવા આપે છે.

   ન્‍યાયીક ક્ષેત્રમાં ટાઇટલ કલીયર જેવુ વ્‍યકિતત્‍વ ધરાવતા કમલેશ શાહને જન્‍મદિવસ પ્રસંગે મો.૯૯૯૮૨-૧૮૯૩૨ તેમજ ૯૮૨૫૨-૯૩૨૭૮ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

    

 (05:27 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]