Birthday

News of Monday, 22nd April, 2013

કવિ, સાહિત્‍યકાર અને ચિત્રકાર માધવ રામાનુજનો જન્‍મદિન

કવિ, સાહિત્‍યકાર અને ચિત્રકાર માધવ રામાનુજનો જન્‍મદિન

   રાજકોટ : ગુજરાતના સાહિત્‍યપ્રેમી હૃદયોમાં ગીતકવિ તરીકે અદકેરૂં સ્‍થાન ધરાવતા વિખ્‍યાત સર્જક માધવ રામાનુજ તેમની બહુમુખી પ્રતિભા દ્વારા અનેક ક્ષેત્રોમાં મહત્‍વનું યોગદાન કરતાં રહયા છે. ‘‘તમે'', ‘‘અક્ષરનું એકાંત'', ‘‘સૂર્યપુરૂષ'', ‘‘પીંજરની આરપાર'' જેવા સાહિત્‍ય સર્જન ઉપરાંત સાહિત્‍ય પરિષદ, લલિતકલા અકાદમી, સંગીત નાટય અકાદમી માં સેવાઓ આપતા રહયા છે. આજે ૨૨ એપ્રિલે તેમનો જન્‍મદિન છે.

   સી.એન.ફાઇમ આર્ટસ, અમદાવાદના પ્રીન્‍સીપાલ તરીકે નિવૃત થયા બાદ એક દાયકાથી અમદાવાદની કીડની ઇન્‍સ્‍ટીટયુટમાં સેવાઓ આપે છે. હળવે તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ, ના કવિ અંદર તો બસ એવું અજવાળું અજવાળું કે પછી, ગોકુળમાં કોકવાર આવો તો શ્‍યામ હવે રાધાને મુખ ના બતાવશો જેવી માનવહૃદયની સંવેદનાના સર્જન માટે ગુજરાત તેને ચાહે છે.

   મો.નં. ૯૮૭૯૭ ૬૭૦૦૯ અમદાવાદ

 (05:28 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]