Birthday

News of Thursday, 25th April, 2013

દાનની ભાગીરથી વહેવડાવનાર દાતા દીપચંદ ગારડીનો ૯૯માં વર્ષમાં પ્રવેશ

દાનની ભાગીરથી વહેવડાવનાર દાતા દીપચંદ ગારડીનો ૯૯માં વર્ષમાં પ્રવેશ

   રાજકોટઃ. ભારત વર્ષના ભામાશા તરીકે જાણીતા સૌરાષ્‍ટ્રના સપુત દાનવીર શ્રી દીપચંદભાઈ ગારડી માટે આજે જીવનનો વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્‍મ ૨૫ એપ્રિલ ૧૯૧૫ના રોજ થયેલ. આજે પ્રભાવી અને સેવાભાવી જીવનના ૯૯માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. દેશ-વિદેશના ચાહકો તરફથી સુખમય દીર્ઘાયુષ્‍યની શુભેચ્‍છા વરસી રહી છે.

   પરમાર્થ માટે કરોડો રૂપિયાનું દાન કરતા રહેલા શ્રી દીપચંદભાઈ ગારડીનું જીવન પ્રેરણારૂપ છે. તેમના પરિવાર દ્વારા ઉજ્જૈનમાં રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી નામથી મેડીકલ કોલેજ અને ૧૦૦૦ પથારીની વ્‍યવસ્‍થાવાળી હોસ્‍પીટલ ચાલે છે. શિક્ષણ અને આરોગ્‍ય ક્ષેત્રે તેમનું વિશેષ પ્રદાન છે. ગુજરાતના ગામેગામ ગારડી પરિવારના દાનથી આરોગ્‍ય કેન્‍દ્રો અને શાળાના મકાનો બનેલા છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી માટે તેઓ સૌથી મોટા દાતા બની રહ્યા છે. યુનિવર્સિટીને કરોડો રૂપિયાનું દાન આપેલ છે. યુનિવર્સિટીના મુખ્‍ય પ્રવેશદ્વાર અને અનેક ભવનો તેમના નામ સાથે જોડાયેલા છે. યુનિવર્સિટી દ્વારા તેમને ડોકટરેટની પદવી આપવામાં આવી છે. રાજ્‍ય સરકારે વર્ષોથી તેમને સ્‍ટેટ ગેસ્‍ટ તરીકે માન આપેલ છે. માંગરોળનું શારદા ગ્રામ સંકુલ પણ તેમની યશ કલગીનું યશસ્‍વી છોગુ છે. ૯૯મા વર્ષમાં પ્રવેશ છતા તેમની તંદુરસ્‍તી અને મજબૂત મનોબળ સુખદ આヘર્ય સર્જક છે.

   મો. ૦૨૨-૨૩૫૨૧૯૭૦ મુંબઈ

    

 (06:12 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]