Birthday

News of Friday, 26th April, 2013

સોમનાથ-વેરાવળ ભાજપ અગ્રણી ઝવેરીભાઇ ઠકરારનો જન્‍મદિન

   પ્રભાસ-પાટણ, તા. ર૬ : જૂનાગઢ જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને વેરાવળ ભારતીય જનતા પાર્ટીના વરિષ્‍ઠ નેતા રઘુવંશી ઝવેરીભાઇ ઠકરારનો આજે જન્‍મદિવસ છે.તા. ર૬-૪-પ૪ના રોજ યુગાન્‍ડામાં જન્‍મેલ અને પ્રાથમિક શિક્ષણ આફ્રિકામાં લીધેલ એવા તેઓ ભાજપના પાયાના કાર્યકર તરીકે આજેય કાર્યરત છે.૧૯૬૯થી તેઓ આર.એસ.એસ.માં જોડાયા અને નાની ઉંમરે પ્રદેશ કારોબારી કન્‍વીનર પણ રહી ચૂકયા છે અને વેરાવળ પાટણની શૈક્ષણીક સંસ્‍થાઓ તેમના ટ્રસ્‍ટ અધ્‍યક્ષપદે વિકાસ પામતી રહેલ છે. તેમના ૬૦મા વર્ષ પ્રવેશ જન્‍મદિન પ્રસંગે તેમના સંપર્ક નં. ૯૮રપર ૩૧૮૪ર ઉપર જન્‍મદિન શુભેચ્‍છા ધોધ વહી રહ્યો છે.

    

 (02:09 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]