Birthday

News of Saturday, 27th April, 2013

કાલે વડોદરાના મ્‍યુ. કમિશ્નર અશ્વિનીકુમારનો જન્‍મદિન

કાલે વડોદરાના મ્‍યુ. કમિશ્નર અશ્વિનીકુમારનો જન્‍મદિન

   રાજકોટઃ. વડોદરાના મ્‍યુનિસિપલ કમિશ્નર શ્રી અશ્વિનીકુમારનો જન્‍મ ૨૮ એપ્રિલ ૧૯૭૫ના રોજ થયેલ. આવતીકાલે ઓગણ ચાલીસમાં વર્ષમાં પ્રવેશ કરશે.

   મૂળ હરિયાણાના વતની શ્રી અશ્વિનીકુમાર ૧૯૯૭ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. રાજકોટમાં પ્રાંત અધિકારી તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યા બાદ ભાવનગર અને રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી, જામનગરમાં મ્‍યુનિસિપલ કમિશ્નર, જૂનાગઢમાં જિલ્લા કલેકટર, પછાત વર્ગ વિકાસ વિભાગમાં મુખ્‍ય વહીવટી અધિકારી વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. છેલ્લા પોણા બે વર્ષથી વડોદરા મહાનગરપાલિકામાં કમિશ્નર તરીકે ફરજ બજાવી રહ્યા છે. એકદમ ટૂંક સમયમાં જ સચિવ કક્ષાએ બઢતી મેળવવા પાત્ર છે. આવતીકાલના જન્‍મદિન માટે આજથી જ શુભેચ્‍છા વર્ષા શરૂ થઈ ચૂકી છે.

   ફોન નં. (૦૨૬૫) ૨૪૩૩૩૪૪, મો. ૯૯૭૮૪ ૦૭૨૫૧ વડોદરા

    

 (03:56 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]