Birthday

News of Tuesday, 30th April, 2013

શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટીનો જન્‍મદિન : ૫૫ માં વર્ષમાં પ્રવેશ

શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટીનો  જન્‍મદિન : ૫૫ માં વર્ષમાં પ્રવેશ

   રાજકોટ : શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટીનો આજરોજ જન્‍મદિવસ છે. તેઓએ યશસ્‍વી જીવનના ૫૪ વર્ષ પુર્ણ કરી ૫૫ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જશવંતસિંહએ પોતાના કોલેજકાળમાં જ જી. એસ. તરીકે ચૂંટાયા હતા. બાદ યુવક કોંગ્રેસના પ્રમુખપદે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તથા એનએસયુઆઇના પ્રભારી અને પ્રદેશ કોંગ્રેસના મંત્રી તરીકે  પણ સેવા આપી ચુકયા છે. મહાપાલીકામાં ભાજપ સરકાર દ્વારા થયેલ બોર કૌભાંડ તેમજ અન્‍ય કૌભાંડો પણ ખુલ્લા પાડેલ છે. લોકોને થતાં અન્‍યાયના વિરોધમાં આપેલ એક કાર્યક્રમમાં એક આંખ પણ ગુમાવેલ છે. જશવંતસિંહના જન્‍મદિને શ્રીમતિ સોનીયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયા, પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મોહનપ્રકાશજી, વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, કેન્‍દ્રીય મંત્રી તુષારભાઇ ચૌધરી, શકિતસિંહ ગોહીલ, સાંસદ કુંવરજીભાઇ બાવળીયા તેમજ કોંગી કાર્યકરો દ્વારા શુભેચ્‍છાઓ પાઠવાઇ છે. (મો. ૯૮૨૫૨ ૨૨૦૨૨-૮૦૦૦૦ ૩૬૯૯૫)

    

 (05:15 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]