Birthday

News of Wednesday, 1st May, 2013

એડવોકેટ રાજેન્‍દ્ર ડોરી (પટેલ)નો આજે જન્‍મ દિવસઃ ૩૩માં વર્ષમાં પ્રવેશ

એડવોકેટ રાજેન્‍દ્ર ડોરી (પટેલ)નો આજે જન્‍મ દિવસઃ ૩૩માં વર્ષમાં પ્રવેશ

   રાજકોટ તા. ૧ :.. આજે રાજકોટના યુવાન એડવોકેટ, ધારાશાષાી રાજેન્‍દ્ર પી. ડોરી (પટેલ) નો જન્‍મ દિવસ છે, આજ રોજ આ યુવાન એડવોકેટ ૩૩ માં વર્ષમાં પ્રવેશે છે. તેમની ઓફીસ માલવીયા ચોકમાં આવેલ પ્રમુખ સ્‍વામી આર્કેડ, એ. -વીંગ, ઓફીસ નં. ૧૦ માં આવેલ છે. તેઓ મુળ મોરબી તાલુકાના બીલીયા (બગથળા) ના મુળ વતની છે. અને રાજેન્‍દ્ર પી. ડોરી (પટેલ)નો જન્‍મ તા. ૧-પ-૧૯૮૦ ના રોજ રાજકોટ મુકામે થયેલ હતો.

   એડવોકેટ રાજેન્‍દ્ર પટેલ અકસ્‍માત વળતર કલેઇમ ક્ષેત્રમાં ખુબ જ નામના મેળવેલ છે. તેમની વકીલાતની શરૂઆત રાજકોટના પ્રખ્‍યાત ધારાશાષાી શ્રી સુનીલભાઇ મોઢા સાથે જુનીયર શીપ કરીને કરેલ, તે સમય દરમ્‍યાન અકસ્‍માત વળતર કેસનું ખુબ જ જ્ઞાન મેળવેલ. તેમજ તેઓ બજાજ એલાયન્‍ઝ જનરલ ઇન્‍સ્‍યો. કાું લી. તથા ફયુચર જનરાલી ઇન્‍ડીયા ઇન્‍સ્‍યો કાું. લી.માં ઇન્‍વેસ્‍ટીગેટર પણ છે. તેમને જન્‍મ દિવસની શુભેચ્‍છા તેમના મો. નં. ૯૯રપ૧ ૮૮૭૭૧ ઉપર મિત્રો-વકીલો પાઠવેલ હતી.

    

 (01:12 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]