Birthday

News of Wednesday, 1st May, 2013

સિને પત્રકાર અબ્‍બાસ ચિશ્‍તીનો જન્‍મદિન

<br />સિને પત્રકાર અબ્‍બાસ ચિશ્‍તીનો જન્‍મદિન

   જામનગર,તા.૧: મુંબઇનાં જાણીતા પત્રકાર તથા જામનગરનાં મુસ્‍લિમ અગ્રણી અબ્‍બાસ ચિશ્‍તીનો આજે ૧મે નો જન્‍મદિવસ છે. અબ્‍બાસ ચિશ્‍તી મુંબઇનાં અખબારોની સાથે સાથે લંડનનાં ગુજરાત સમાચારમાં પણ ફિલ્‍મી કોલમ લખતાં, અગાઉ ચિત્રલેખા, યુવદર્શન અભિષેક જેવા મેગેઝીનમાં દેશ-વિદેશનાં લેખો લખતા શ્રી ચિશ્‍તી મહારાષ્‍ટ્રનાં રેલ્‍વે સલાહકાર સમિતિના સભ્‍ય, ઇન્‍ડો અમેરીકન સોસાયટી, પ્રેસ કલબ મુંબઇ બિમલરોય મેમોરીયલ ફિલ્‍મ કમીટી, ટેલીફોન, સલાહકાર સમીતી, પોષ્‍ટ એન્‍ડ ટેલીગ્રાફ સમિતિના સભ્‍ય તરીકે તેઓ પોતાની સેવા આપી રહ્યા છે. અબ્‍બાસ ચિશ્‍તી જામનગર મ્‍યુનિસીપલ કોર્પોરેશનના કાઉન્‍સીલર તરીકે સેવા આપી ચુક્‍યા છે. તેઓ હિન્‍દુ-મુસ્‍લીમ એકતાના હીમાયતી રહયા છે. ફોન નંબર ૦૨૮૮-૨૫૫૧૭૮૬ (મો. ૮૧૨૮૧૪૭૪૪૦) ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

    

 (01:13 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]