Birthday

News of Thursday, 2nd May, 2013

હળવદ પાલિકા સદસ્‍ય તપન દવેનો જન્‍મદિન

<br />હળવદ પાલિકા સદસ્‍ય તપન દવેનો જન્‍મદિન

   હળવદ, તા. ૨ :. જીવદયા પ્રેમી અને ભાજપ યુવા મોરચાના સદસ્‍ય અને હળવદ નગરપાલિકામાં ચૂંટાયેલા બીનહરીફ સદસ્‍ય તપન દવેનો તા. ૨૮-૪-૧૩ના રોજ જન્‍મદિવસ હતો. તેઓએ ૨૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તપનભાઈ દવે હળવદમાં અંધ-અપંગ, નિરાધાર, અબોલ-પશુઓના ઘાયલ, બીમાર થાય તો સત્‍વરે ત્‍યાં પહોંચી તેમના સાથી મિત્રો સાથે સારવાર કરે છે. હળવદની અંદર ૪ થી ૫ વખત સ્‍વૈચ્‍છિક રક્‍તદાન કેમ્‍પનું પણ આયોજન કરેલ છે. તેઓ ચેરમેનશ્રી યુથ એન્‍ડ સ્‍પોર્ટસ સમિતિની જવાબદારી નિભાવે છે તેમજ અંધ-અપંગ-નિરાધાર ગૌ માતાઓ માટે શ્રી ઓમ ગૌ શાળા ચલાવે છે. તેમનો મો. નં. ૯૭૨૭૩ ૬૬૧૦૦ છે.   

    

 (01:05 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]