Birthday

News of Thursday, 2nd May, 2013

નર્મદા નિગમના નવા એમ.ડી. જે.એન.સિંઘનો જન્‍મદિન

જુનાગઢમાં કલેકટર તરીકે યાદગાર કામગીરી કરેલ: આજે જન્‍મદિને જ ચાર્જ સંભાળ્‍યો

<br /> નર્મદા નિગમના નવા એમ.ડી. જે.એન.સિંઘનો જન્‍મદિન

   રાજકોટ, તા., રઃ સરદાર સરોવર નર્મદા નિગમના નવા મેનેજીંગ ડીરેકટર તરીકે શ્રી જગદીપસિંહ નારાયણે આજે કાર્યભાર સંભાળ્‍યો છે. તેમનો જન્‍મ ર-મે-૧૯પ૯ના રોજ થયેલ. આજે યશસ્‍વી જીવનના પંચાવનમાં વર્ષમાં પ્રવેશી રહયા છે.

   મુળ બિહારના વતની જે.એન.સિંઘ ૧૯૮૩ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ જુનાગઢ જીલ્લા કલેકટર તરીકે યશસ્‍વી કામગીરી કરેલ. ઉપરાંત રાજય સરકારના મહેસુલ, ગૃહ, ઉદ્યોગ, આલ્‍કલીઝ અને કેમીકલ, પાવર કંપની, ઉર્જા વિગેરે વિભાગોમાં અસરકારક કામગીરી કરી છે.  કેન્‍દ્ર સરકારની નેશનલ હાઇવે ઓથોરીટીના સભ્‍યપદેથી ફરજ બજાવી ગુજરાતમાં પરત ફરતા રાજય સરકારે તેમને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના માટેના નર્મદા નિગમના મેનેજીંગ ડીરેકટરની મહત્‍વની જગ્‍યા પર જવાબદારી સોંપી છે. નવી જવાબદારી અને જન્‍મદિન બંન્ને બદલ તેમના પર શુભેચ્‍છા  વરસી રહી છે.

   ફોન નંબર (૦૭૯) ર૩રપ૭૬૪પ,  મો. નં. ૦૯૯૫૮૭ ૩૮૭૭૭. ગાંધીનગર.

    

 (01:29 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]