Birthday

News of Monday, 6th May, 2013

રાજકોટના પૂર્વ કમિશ્નર પંકજકુમારનો જન્‍મદિન

<br />રાજકોટના પૂર્વ કમિશ્નર પંકજકુમારનો જન્‍મદિન

   રાજકોટઃ ગુજરાતના અગ્રસચિવ કક્ષાના ૧૯૮૬ ની બંચના આઇ. એ. એસ. કેડરના અધિકારીશ્રી પંકજકુમારનો જન્‍મ ૬ મે ૧૯૬૨ ના રોજ થયેલ આજે વાઇબ્રન્‍ટ જીવનના બાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ રાજય સરકારે સરદાર પટેલ વહીવટી સેવા સંસ્‍થાન અમદાવાદના ડીરેકટર જનરલ તરીકે તેમની નિમણુંક કરી છે. ખનીજ વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટરનો વધારાનો હવાલો પણ તેમને સોપાયો છે.

   મુળ બિહારના વતની શ્રી પંકજકુમાર અગાઉ રાજકોટ મ્‍યુનિસિપલ કમિશ્નર, સુરેન્‍દ્રનગર અને વલસાડ જિલ્લા કલેકટર નર્મદા નિગમમાં જોઇન્‍ટ મેનેજીંગ ડીરેકટર ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં વાઇસ ચેરમેન વગેરે સ્‍થાનો પર બજાવી ચુકયા છે તેમને જન્‍મદિનની હાર્દીક શુભેચ્‍છા ફોનનં ૦૭૯ ૨૩૨૫૦૩૩૧, મો. ૯૯૭૮૪ ૦૬૦૦૪ અમદાવાદ

    

 (01:13 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]