Birthday

News of Monday, 6th May, 2013

કાલે યુવા રઘુવીર સેનાના વાઇસ ચેરમેન કૃણાલ ગણાત્રાનો જન્‍મદિન

કાલે યુવા રઘુવીર સેનાના વાઇસ ચેરમેન કૃણાલ ગણાત્રાનો જન્‍મદિન

   યુવા રઘુવીર સેનાનાં તેજસ્‍વી, ઉત્‍સાહી, ગતિશીલ વા. ચેરમેન કૃણાલ ગણાત્રાનો તા. ૦૭/૦૫ નાં ૩૨ મો જન્‍મદિન છે. બાલ્‍યાવસ્‍થાથી જ રાષ્‍ટ્રવાદનાં રંગે રંગાયેલાં કૃણાલ ગણાત્રા રઘુવંશી યુવા અગ્રણી હોવાની સાથેસાથ શહેરની અનેકવિધ સેવા સંસ્‍થાઓ કાનુડા મિત્ર મંડળ, જલારામ રઘુકુળ સાર્વજનીક હોસ્‍પીટલ, મધુરમ કલબ વિ. માં તન-મન-ધન થી યોગદાન આપી રહ્યાં છે. મારૂતી વોટર સપ્‍લાયર્સના સંચાલક, યુવા ઉદ્યોગપતિ કૃણાલ ગણાત્રા દર વર્ષે રઘુવંશી સમાજ માટે યુવા રઘુવીર સેનાનાં માધ્‍યમથી તેમજ અખીલ સૌરાષ્‍ટ્ર રઘુવીર સેનાના રાજકોટનાં માર્ગદર્શનમાં જલારામ જયંતિ ઉત્‍સવ, નાત જમણ, દાંડીયા રાસ, પ્રવાસ, ધુળેટી પર્વ, રકતદાન કેમ્‍પ, મેડીકલ કેમ્‍પ વિ.ના આયોજનમાં સતત સક્રિય રહે છે. કૃણાલ ગણાત્રા ઉપર જન્‍મદિનની પૂર્વ સંધ્‍યાથી અભીનંદન વર્ષા થઇ રહી છે. (મો.નં. ૯૯૯૮૫ ૦૦૦૫૫)

    

 (04:57 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]