Birthday

News of Tuesday, 7th May, 2013

ધારી વેપારી મહા મંડળના પ્રમુખ મુકેશ રૂપારેલીયાનો જન્‍મદિન

<br />ધારી વેપારી મહા મંડળના પ્રમુખ મુકેશ રૂપારેલીયાનો જન્‍મદિન

   ધારી તા. ૭ : વેપારી મહામંડળનાં પ્રમુખ મુકેશભાઇ રૂપારેલીયાનો આજે જન્‍મ દિવસ છે. તા. ૭/૫/૧૯૭૩નાં રોજ ઉના મુકામે જન્‍મેલા મુકેશભાઇ ૩૯ માં વર્ષમૉ પ્રવેશ કરી રહયા છે. વેપારી આગેવાન રઘુવીર સમાજના સેવક અને ભા.જ.પ અગ્રણી તરીકે મુકેશભાઇ ધારી તાલુકા વેપારી સમાજની સંસ્‍થા ધારી વેપારી મહામંડળ નાં જાગૃત અને મે. ટ્રસ્‍ટી તરીકે અને અમરેલી જીલ્લા સીટીઝન હ્યુમનરાઇટ્રસનાં પ્રમુખ તરીકે કાર્યરત છે.

   તેઓ સૌરાષ્‍ટ્ર ગુજરાત લોહાણાસમાજ નું લોખંડી સંગઠન અખીલ સૌરાષ્‍ટ્ર રઘુવીર સેનાના અમરેલી જીલ્લાના મહામંત્રી તરીકે કાર્યરત છે. તાલુકા ભા.જ.પ અગ્રણી અને ગુજરાત પ્રદેશ ભા.જ.પ નાં સક્રીય સભ્‍ય તરીકે કાર્યરત છે. લોહાણા મહાજન નાં કારોબારી સભ્‍ય અને અત્‍યઆધુનિક અને ભવ્‍ય રીતે આકાર પામેલી લોહાણા મહાજન વાડીનાં તેઓ વહીવટ કર્તા છે. જીલ્લા રઘુવંશી ફેમીલી કોર્ટ, ધારી ચેમ્‍બર્સ ઓફ કોમર્સ, ધારી બજરંગ ગ્રુપ સહિત ત્રણ સંસ્‍થા સાથે જોડાયેલા મુકેશભાઇ નાં જન્‍મ દિવસ પ્રસંગ્રે તેમના મો.નં. ૯૪૨૭૫૫૭૯૨૧ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

    

 (01:09 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]