Birthday

News of Tuesday, 7th May, 2013

ભાજપ અગ્રણી વોર્ડનં-૧૮ ના વોર્ડ પ્રમુખ જયેશ દવેનો આજે જન્‍મદિન

<br />ભાજપ અગ્રણી વોર્ડનં-૧૮ ના વોર્ડ પ્રમુખ જયેશ દવેનો આજે જન્‍મદિન

   રાજકોટ તા.૭: શહેરના વોર્ડનં ૧૮ ના વોર્ડ પ્રમુખ નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ રાજકોટના પૂર્વ સદસ્‍ય તરીકે શિક્ષણક્ષેત્રે ખુબજ આગવી પ્રતીભાથી ઉભરતા રહેતા તા.૭-૫-૧૯૬૯ ના રોજ જન્‍મેલા જયેશ દવે આજે સફળ જીવનના ૪૨ વર્ષ પૂર્ણ કરી અને ૪૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. વોર્ડનં-૧૮ ના તમામ લોકોના અનેક કામો કર્યા હોવાને કારણે ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેર દ્વારા વોર્ડ પ્રમુખ તરીકે પસંદ કરી તેમની સેવાઓની નોંધ આમ જનતાની લાગણી ધ્‍યાન લઇ કરી તે નોંધપાત્ર બાબત છે. જયશે દવે તરૂણવયથી સેવાકાર્યો દિપાવે છે. તેમજ ભારતીય જનતા પાર્ટીના અગ્રીમ હરોળના કાર્યકતા તરીકે ૨૫ વર્ષ થયા સેવારત છે. સામાજીક સેવામાં પણ મેહુલનગર યુવા ગ્રુપના પ્રમુખ તેમજ ન્‍યુઝ પેપર એસ.ટી.પાર્સલના કો.ઓર્ડીનેટર તરીકે હાલ કાર્યરત છે. સૌરાષ્ટ્ર-કચ્‍છમાં બાટા કંપનીએ તેમની આગવી પ્રતિભાને ધ્‍યાને લઇ ડીસ્‍ટ્રીબ્‍યુટર તરીકે સ્‍થાપીત કર્યા છે. તેમજ સોફટચ ફોન એન્‍ડ મેટ્રેસની સૌરાષ્ટ્ર-કચ્‍છની ડીસ્‍ટ્રીબ્‍યુટર તરીકે આજે સફળ રહ્યા છે. તેમજ વૈભવી માર્કેટીંગ પેઢી દ્વારા તેમજ આગવી સુઝ દ્વારા મોખરે રહ્યા છે.

   જયેશ દવે એટલે ખુબજ સ્‍નેહ નીતરતા ચહેરો ખુબજ મિલનસાર સ્‍વભાવ સંબધોને જાળવવામાં અગ્રેસર બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા જયેશ દવેના જન્‍મદિને લાખાણી જન્‍મદિનની શુભેચ્‍છાઓ વરસી રહી છે(મો.૯૮૨૫૨ ૦૯૯૫૪)

    

 (01:09 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]