Birthday

News of Tuesday, 7th May, 2013

સાવરકુંડલાનાં યુવા પત્રકાર દિપક પાંઘીનો જન્‍મદિન

<br />સાવરકુંડલાનાં યુવા પત્રકાર દિપક પાંઘીનો જન્‍મદિન

   સાવરકુંડલા તા. ૭ : સાવરકુંડલાનાં પત્રકાર-રઘુવંશી સમાજનાં સેવાભાવી અને સમાચારોને ઉડાણોથી મેળવવા તથા તલસ્‍૫ર્શી સમાચારો મેળવવા અને સમાજનાં જાગૃત નાગરિક સૂધી ઝડપથી પહોંચાડવાની સૂઝ અને આવડત ધરાવતાં દિપક પાંઘી આજે ૪૫ પુરા કરી ૪૬ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.

   બી.કોમ, એલ.એલ.બી સૂધીની ઉચ્‍ચ શૈક્ષણિક લાયકાત-વાંચન અને વ્‍યાપક સંપકો ધરાવતા દિપકભાઈએ ૧૯૮૫ થી તટસ્‍થ માહિતી આપવા પત્રકારત્‍વ ક્ષેત્રે ઝંપલાવ્‍યુ છે. પત્રકારત્‍વ ક્ષેત્રે સતત સક્રીય પત્રકાર તરીકે ઉપસીને સમાજમાં અદકેરૂ વજનદાર સ્‍થાન હાંસલ કરવામાં ભારે સફળ રહેલ છે કુંટુંબ ક્ષેત્રે ઉંડી સેવાની ભાવના માતા-પિતાની સદાય હસ્‍તે ચહેરે હરપળે સેવા સુક્ષુષા અને દર્દી નારાયણમાં ભગવાનનાં દર્શન સમજી દર્દીઓનાં સહારે દોડવું તેવી તેમની ઉંડી ભાવનાથી સમાજે પણ તેમની સેવા સાચા પત્રકારત્‍વ તથા પ્રમાણીકતાની તેમની પ્રેરણારૂપ જીવન શૈલીની નોંધ લઇ ભારે આદર ભાવ આપેલ છે. તેમનાં ૪૬માં વર્ષના મંગલ પ્રારંભે માતા-પિતા મિત્રો સ્‍નેહીઓ સામાજીક કાર્યકરો સાથી પત્રકારો તેમના ફોન નં. ૦૨૮૪૫ ૨૩૫૬૪૦, ૯૩૭૭૪ ૪૬૯૫૦  તથા ૯૪૨૮૩ ૪૦૫૭૫ ઉપર શુભેચ્‍છા પાઠવી રહયા છે.

    

 (01:10 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]