Birthday

News of Wednesday, 8th May, 2013

ધોરાજી શાસકપક્ષના નેતા જયસુખભાઇ ઠેસીયાનો આજે જન્‍મદિન : અભિનંદન

ધોરાજી શાસકપક્ષના નેતા જયસુખભાઇ  ઠેસીયાનો આજે જન્‍મદિન : અભિનંદન

   ધોરાજી, તા. ૮ :  અહીંના શાસકપક્ષના નેતા ભાજપના જયસુખભાઇ ઠેસિયાનો આજે જન્‍મદિન છે. ૧૯૮૦ થી આર.એસ.એસ.માં સ્‍વયંસેવક તરીકે કારકિર્દી શરૂ કરીને ૧૯૮૭/૮૮ થી રાજકારણમાં પ્રવેશી મેળવ્‍યો. ર૦૦૩માં નગરપાલિકામાં ભાજપાના સદસ્‍ય તરીકે સૌથી વધુ લીડથી ચૂંટાયેલ. ર૦૦૮ અને ર૦૧૩માં પણ નગરપાલિકામાં સૌથી વધુ લીડથી ચૂંટાઇને વિક્રમ સ્‍થપાયો હતો. વર્ષ ર૦૦૯માં ભાજપના  ઉમેદવાર તરીકે વિધાનસભા પેટાચૂંટણી લડયા અને ધોરાજીમાંથી વર્ષો જુની ખાદ્ય બુરીને લીડ મેળવી હતી. છ વર્ષ માટે પાર્ટીના મહામંત્રી તરીકે સંગઠનમાં કામગીરી કરીને પાર્ટીનો વ્‍યાપ વધે ભાજપના જનાદેશ વધે તેવી સુંદર અને સફળ કામગીરી કરેલ છે. ધોરાજી નગરપાલિકામાં શાસકપક્ષના નેતા તરીકે સક્રિય કામગીરી કરી રહ્યા છે. જુદા જુદા ઉદ્યોગો સાથે પણ સંકળાયેલ છે. જુદી જુદી સામાજીક સંસ્‍થાઓમાં ટ્રસ્‍ટી તેમજ વહીવટકર્તા તરીકે સહકાર અને યોગદાન આપતા રહે છે. જતું કરવાની ભાવના સાથે જ આગળ વધતા રહ્યા છે. જયસુભાઇને આજે તેમના મિત્રો, કાર્યકરો, રાજકીય સામાજીક આગેવાનો દ્વારા અભિનંદનની વર્ષા વરસી રહી છે. (મો. ૯૮રપર ર૧૯૦૩ છે.)

    

 (12:22 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]