Birthday

News of Thursday, 9th May, 2013

વાત્‍સલ્‍યનું વહેણ ધારાસભ્‍ય વિભાવરીબેન દવે : હેપી બર્થ ડે

<br /> વાત્‍સલ્‍યનું વહેણ ધારાસભ્‍ય વિભાવરીબેન દવે : હેપી બર્થ ડે

   રાજકોટ : વિદ્યાર્થી શિક્ષક પરાયણ હોવો જોઇએ, શિક્ષક વિદ્યાર્થી પરાયણ હોવો જોઇએ બેય જ્ઞાન પરાયણ હોવા જોઇએ. જ્ઞાન સેવા પરાયણ હોવું જોઇએ અને સેવા પ્રભુ પરાયણ હોવી જોઇએ. શ્રી રામચંદ્ર ડોંગરેજીની ઉપરોકત વાત ભાવનગર ઉતરના ભાજપના ધારાસભ્‍ય શ્રીમતિ વિભાવરીબેન વિજયભાઇ દવેએ સાર્થક કરી છે. આજે ૯ મેનો દિવસ તેમના સેવા પરાયણ જીવનમાં જન્‍મદિન તરીકે યાદગાર છે.  મૂળ લીંબડીના વતની અને ભાવનગરના મેયર તરીકે રહી ચૂકેલા શ્રીમતિ વિભાવરીબેન દવે એમ.કોમ. ડી.સી.એ. જેવી ઉચ્‍ચ શૈક્ષણિક પદવી ધરાવે છે. બીજી વખત ધારાસભ્‍ય પદે ચૂંટાયા છે. તેમની ‘માવતર' સંસ્‍થા આથમતા આયખુના અનેક લોકો માટે આશિર્વાદરૂપ બની રહી છે. તત્‍વજ્ઞાન અને જીવન મૂલ્‍યોને લગતા પુસ્‍તકોનું વાંચન અને શ્રેષ્‍ઠ પ્રવચન શ્રવણ તેમના શોખના વિષયો છે. થોડા સમય પહેલા તેમણે રાજકોટ શહેર ભાજપના સંગઠન પર્વના પ્રદેશ નિરીક્ષક તરીકે કુનેહપૂર્વક કામગીરી કરી હતી. પ્રજા માટે પરિશ્રમથી વાત્‍સલ્‍યનું વહેણ વહેતું રાખનારા શ્રીમતિ વિભાવરીબેન માટે આજે જન્‍મદિનની શુભેચ્‍છાની સરિતા બે કાંઠે વહી રહી છે.

   ફોન નં. (૦ર૭૮) રપ૬પ૦૧૮, મો. ૯૯૭૮પ પપ૮૮૮ ભાવનગર

    

 (01:33 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]