Birthday

News of Thursday, 9th May, 2013

મુકેશ દોશી એટલે હૈયે સૌનું હિત, મુખે સ્‍મિત, ચોખ્‍ખુ ચિતઃ હેપી બર્થ-ડે

<br />મુકેશ દોશી એટલે હૈયે સૌનું હિત, મુખે સ્‍મિત, ચોખ્‍ખુ ચિતઃ હેપી બર્થ-ડે

   રાજકોટ તા. ૯ :.. જસદણ તાલુકાના ભાડલા ગામના વતની અને રાજકોટને છેલ્લા ૪૦ વર્ષથી પોતાની કર્મભૂમિ બનાવનાર અને પોતાની આગવી પ્રતિભાથી વિશાળ મિત્ર વર્તુળ ઉભુ કરનાર મુકેશ દોશીનો આજે ૪૯મો જન્‍મદિન છે. બી.કોમ., એલએલ. બી., ડી. ટી. એલ. પી., ડી. એલ. એલ. પી., એમ. જે. એમ. સી.ની પદવી ધરાવતા મુકેશ દોશીએ સમાજ ક્ષેત્રે વિવિધ પ્રવૃતિઓ દ્વારા સમાજમાં આગવું સ્‍થાન પ્રસ્‍થાપીત કર્યુ છે. દેશ-વિદેશમાં પ્રખ્‍યાત ‘દિકરાનું ઘર' વૃધ્‍ધાશ્રમના સ્‍થાપક, સૌરાષ્ટ્રની ખ્‍યાતનામ સંસ્‍થા યંગ સ્‍ટાર કલબ ઓફ રાજકોટ સંચાલિત શ્રીમતી સુરેખાબેન હસમુખભાઇ ગારડી બ્‍લડ બેંકના ચેરમેન, સહકારી ક્ષેત્રે આગવું નામ ધરાવતી શ્રીનિધી ક્રેડીટ કો. ઓ. સો. લી.ના મેનેજીંગ ડીરેકટર તરીકે સેવા આપી રહ્યા છે.

   ઉપરાંત શૈક્ષણીક ક્ષેત્રે શ્રીમતી આર. ડી. ગારડી બી.એડ., પી. ટી. સી. તેમજ એમ. એડ. કોલેજના મેનેજીંગ ટ્રસ્‍ટી તરીકે પણ સેવા આપી રહ્યા છે ઉપરાંત ૮ દાયકા જૂની દેવકુંવરબા સ્‍કુલમાં મેનેજીંગ ટ્રસ્‍ટી તરીકે સેવા આપી રહેલ છે. વિદ્યાર્થીકાળથી જ નેતૃત્‍વના ગુણો ધરાવતા મુકેશ દોશી રાજકોટ શહેર ભાજપના મંત્રી તરીકે તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સેવા આપી ચુકયા છે. હાલ રાજકોટ શહેર ભાજપની કારોબારીમાં કાયમી નિમંત્રીત સભ્‍ય છે.

   જન સેવા એજ પ્રભુ સેવા ને પોતાનો જીવનમંત્ર બનાવનાર મુકેશ દોશી રકતદાન, ચક્ષુદાન, દેહદાન, થેલેસેમીયા જન જાગૃતિ અભિયાન, જીવદયા, ગરીબ પરિવારોને અનાજ સહાય જેવી માનવ ઉપયોગી પ્રવૃતિ તેમજ રાજકોટની અનેક સામાજીક-સેવાકીય તેમજ શૈક્ષણીક સંસ્‍થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. જન્‍મદિને શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે. મો. નંબર ૯૮રપ૦ ૭૭૭રપ રાજકોટ

    

 (01:33 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]