Birthday

News of Thursday, 23rd May, 2013

રાજકોટમાં પુરૂષોતમ સોલંકીના ૫૩માં જન્‍મદિને રક્‍તદાન કેમ્‍પ

<br /> રાજકોટમાં પુરૂષોતમ સોલંકીના ૫૩માં જન્‍મદિને રક્‍તદાન કેમ્‍પ

   રાજકોટ, તા. ૨૩ :. રાજ્‍યના શ્રમ-રોજગાર મંત્રી પુરૂષોતમભાઈ સોલંકીના આજે ૫૩માં જન્‍મદિને અહીં કોળી સેનાના સહયોગથી સર્વજ્ઞાતિ તેમજ શુભેચ્‍છકો દ્વારા સરપ્રાઈઝ રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ હતું.

   આજે તા. ૨૩ને ગુરૂવારે સવારે ૮ થી બપોરે ૧ સુધી વોલંટરી બ્‍લડ બેંક, લાઈફ બિલ્‍ડીંગ, રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ ખાતે યોજાયેલ રક્‍તદાન કેમ્‍પમાં મોટી સંખ્‍યામાં રક્‍તદાતાઓએ રક્‍તદાન કર્યુ હતું.

   આ રક્‍તદાન કેમ્‍પના મુખ્‍ય આયોજકોમાં રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિનોદભાઈ નાગાણી, જીલ્લા ભાજપ પ્રમુખ લાલજીભાઈ સાવલીયા, ઠાકોર કોળી વિકાસ નિગમના ડિરેકટર ભૂપતભાઈ ડાભી, જીવરાજભાઈ રાદડીયા અને બી.ડી. તલસાણીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનેક કાર્યકરો શુભેચ્‍છકોએ રક્‍તદાન કરી પુરૂષોતમભાઈ સોલંકીને શુભકામનાઓ પાઠવી હતી.

    

 (12:50 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]