Birthday

News of Thursday, 23rd May, 2013

રાજકોટ વાટલીયા પ્રજાપતિ યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ ધંધુકિયાનો આજે જન્‍મદિવસઃ ૫૩માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ વાટલીયા પ્રજાપતિ યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ ધંધુકિયાનો આજે જન્‍મદિવસઃ ૫૩માં વર્ષમાં પ્રવેશ

   રાજકોટ, તા. ૨૩ :. વાટલીયા પ્રજાપતિ યુવક મંડળના પ્રમુખશ્રી મનસુખભાઈ ધંધુકિયા  આજે ૫૩માં વર્ષ પ્રવેશી રહ્યા છે. ૧૦ વર્ષથી યુવક મંડળના પ્રમુખપદને શોભાવતા સૌમ્‍ય, શાંત અને સરળ એવા મનસુખભાઈ ભાજપના સક્રિય કાર્યકર્તા તેમજ સરગમ કલબ મુક્‍તિધામ અને ઈન્‍ડોર સ્‍ટેડીયમમાં વિશેષ સેવા આપી રહ્યા છે.

   તેમના ૧૦ વર્ષના નેતૃત્‍વ હેઠળ જ્ઞાતિની વાડી અને છાત્રાલય તેમજ શિક્ષણ ક્ષેત્રે જ્ઞાતિએ સર્વાંગી વિકાસ સાધેલ છે.શિક્ષણના પ્રખર હિમાયતી મનસુખભાઇએ જ્ઞાતિમાં એફડીએ ચાલુ કરાવી તે વ્‍યાજમાંથી નબળાવર્ગના વિદ્યાર્થીને સ્‍કોલરશીપ ચાલુ કરાવેલ છે. સેવાકીય ક્ષેત્રે સદા અગ્રેસર રહેતા અને કોઠાસુઝ ધરાવતા મનસુખભાઇ સોના-ચાંદીના તેમજ ઇમીટેશન જવેલરીના વ્‍યવસાય સાથે સંકળાયેલ છે. જીંદગીના યશસ્‍વી પર વર્ષની મજલ કાપી પ૩માં વર્ષમાં પ્રવેશતા મનસુખભાઇ (મો.૯૮૨૪૨-૧૨૦૦૫) ને શુભેચ્‍છાનો ધોધ વહેતો થયેલ છે.

    

 (01:11 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]