Birthday

News of Friday, 7th June, 2013

વોર્ડ નં. ૨ ના ભાજપના પ્રમુખ લાલભાઈ પોપટનો જન્‍મદિન

‘લાલ' પોપટ પર ‘લીલીછમ્‍મ' શુભેચ્‍છા વર્ષા

<br />વોર્ડ નં. ૨ ના ભાજપના પ્રમુખ લાલભાઈ પોપટનો જન્‍મદિન

   રાજકોટઃ. ત્‍યજાયેલા, તરછોડાયેલા એવા વંચિત વર્ગના બાળકો માટે તેમજ સમાજ માટે અતિ આવશ્‍યક એવી રક્‍તદાન પ્રવૃતિ, ઋણ સેવા, ગૌરક્ષા સંવર્ધન, વયસ્‍ક સેવા તેમજ વડીલો, વૃદ્ધો એમ સૌ માટે સદાય મદદરૂપ થવા તત્‍પર એવા લાલભાઈ પોપટ અને તેમના સહધર્મચારીણી દક્ષાબેન પોપટે સેવાની ધુણી ધખાવી છે. સમાજજીવનને તંદુરસ્‍તી આપતી આવી પ્રવૃતિ વચ્‍ચે લાલભાઈ આજે યશસ્‍વી જીવનના અઠ્ઠાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

   ાા રાષ્‍ટ્રાય ઈદં ન મમ્‌: ાા રાષ્‍ટ્રાય સ્‍વાહાની સંસ્‍કૃતિ તેમજ મંત્રની યંત્રણાના પ્રતિબદ્ધ સ્‍વયંસેવક અને ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં. ૨ ના પ્રમુખ એવા વિનોદભાઈ પોપટ (લાલભાઈ) સર્વ મિત્ર સમાન છે.

   ભારત માતાના ‘લાલ' ભાઈ પોપટ ઉપર ધોધમાર અભિનંદન વર્ષા થઈ રહી છે, શુભેચ્‍છકો મો. ૯૪૨૮૨ ૦૦૦૧૮ ઉપર લીલાછમ અભિનંદન આપી ભીંજાડવાનો આનંદ માણી રહ્યા છે.

    

 (01:15 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]