Birthday

News of Friday, 7th June, 2013

લોધીકા તાલુકા ભાજપનાં ઉપપ્રમુખ પદુભા જાડેજા (ખાંભા)નો જન્‍મદિવસ

લોધીકા તાલુકા ભાજપનાં ઉપપ્રમુખ પદુભા જાડેજા (ખાંભા)નો જન્‍મદિવસ

   લોધીકા તા. ૭ :.. લોધીકા તાલુકા ભાજપનાં ઉપપ્રમુખ શ્રી પદુભા બી. જાડેજા (ખાંભા)નો આજે જન્‍મ દિવસ છે. તા. ૭-૬-૭૬ ના રોજ જન્‍મેલા પદુભા જાડેજા ઝળહળતી કારકીર્દી સાથે આજ રોજ સફળતમ જીવન યાત્રાના ૩૭ વર્ષ પૂર્ણ કરી ૩૮ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

   યુવાન વયથી જ ભાજપના રંગે રંગાયેલા તેમજ અનેક સેવાકિય પ્રવૃતિ થકી લોધીકા પંથકમાં ભાજપમાં તેઓ સક્રિય છે. અગાઉ યુવા ભાજપના પ્રમુખ તથા મહામંત્રીના હોદા ઉપર રહી પ્રસંશનીય કામગીરી બજાવી છે. તેઓ તાલુકા પંચાયતના સદસ્‍ય તરીકે પણ કાર્યરત છે. હાલ તેઓ લોધીકા તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે. તેમનો (મો. નં. ૯૮૭૯૦ ૮ર૪૪૪) છે.

    

 (01:17 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]