Birthday

News of Monday, 22nd July, 2013

લોધીકા તાલુકા પંચાયતનાં હોશીલા પ્રમુખ ભરતસિંહનો જન્‍મદિન

લોધીકા તાલુકા પંચાયતનાં હોશીલા  પ્રમુખ  ભરતસિંહનો જન્‍મદિન

    લોધીકાઃ અત્રેની તાલુકા પંચાયતના હોશીંલા અને જોશીંલા યુવા પ્રમુખ  ભરતસિંહ ગુમાનસિંહ જાડેજાનો આજે ગુરૂપૂર્ણિમાનાં દિવસે જન્‍મદિવસ છે.

   લોધીકા તાલુકા ભાજપનાં અડીખમ અદના કાર્યકર એવા ભરતસિંહ જાડેજા પોતાની આગવી પ્રતિભાથી વિશાળ ચાહક વર્ગ ધરાવે છે અને સમગ્ર વિસ્‍તારમાં માન અને મોભાભર્યુ  તેમનું સ્‍થાન છે. જીવનની યશસ્‍વી કારકિર્દીનાં ૪૩ વર્ષ પૂર્ણ કરી આજે તેઓ ૪૪ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

   ભરતસિંહ જાડેજા લોધીકા તાલુકામા વર્ષોથી, છેક જનસંઘ તેમજ ત્‍યારબાદ ભાજપના રંગે રંગાયેલા છે. સમાજ સેવા  પક્ષ સંગઠન સહીત અનેક  સેવાકીય પ્રવૃતિઓ દ્વારા તેઓએ સમાજમાં આગવું સ્‍થાન પ્રસ્‍થાપિત કરેલ છે. તેઓએ લોધીકા તાલુકા યુવા  ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ તેમજ લોધીકા તાલુકા પંચાયતમાં બબ્‍બે ટર્મથી પ્રમુખ પદે રહી પોતાની કાર્યશૈલી, વિકાસ દ્રષ્‍ટિ તેમજ કુનેહ થકી તાલુકામાં અનેક વિધ વિકાસ કાર્યો સાકાર કર્યા છે.

   ભરતસિંહ જાડેજા આજે તેમના મિત્રો, કાર્યકરો, રાજકીય સામાજીક આગેવાનો દ્વારા (મો. ૯૮૨૫૪ ૮૨૪૩૦) જન્‍મદિનની  શુભેચ્‍છા વર્ષા થઇ રહેલ છે.

    

 (01:20 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]