Birthday

News of Tuesday, 23rd July, 2013

વડોદરાના સીટી ડીસીપી સુભાષ ત્રિવેદીનો જન્‍મદિન

વડોદરાના સીટી ડીસીપી સુભાષ ત્રિવેદીનો જન્‍મદિન

   વાપી, તા. ૨૩ :. વડોદરા સીટી ડીસીપી (ક્રાઈમ) સુભાષ ત્રિવેદીનો આજે તા. ૨૩મી જુલાઈના રોજ જન્‍મદિવસ છે. ગુજરાતના કાર્યનિષ્‍ઠ પોલીસ અધિકારીમાં ગણના પામનાર સુભાષભાઈ મૂળ સૌરાષ્‍ટ્રના ભાવનગરના વતની છે. સરળ, શાંત અને મિલનસાર સ્‍વભાવના પરંતુ ગુન્‍હેગારો માટે ત્રીજુ નેત્ર ધરાવે છે આ આઈપીએસ અધિકારી...

   કારકિર્દી દરમ્‍યાન સુભાષભાઈ જામખંભાળીયામાં ડીવાયએસપી રાજકોટમાં એસ.પી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ડીસીપી, ભરૂચ, કચ્‍છ તથા સુરત એસ.પી. સહિત અનેક મહત્‍વના હોદાઓ પર પ્રસંશનીય ફરજ બજાવી ચુકેલ છે. સુભાષ ત્રિવેદી હાલ બરોડા સીટી ડીસીપી ક્રાઈમ તરીકે સુપેરે કામગીરી બજાવી રહ્યા છે. તેમના આજના જન્‍મદિને મિત્રવર્તુળ, ઉચ્‍ચ અધિકારીઓ અને સાથી કર્મચારીઓ તેમના પર શુભેચ્‍છા વર્ષા કરી રહ્યા છે. (મો. ૯૯૭૮૪ ૦૫૦૭૧)

    

 (03:49 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]