Birthday

News of Wednesday, 24th July, 2013

તેજ, તાકાત અને તરવરાટની ત્રિવેણી કેશુભાઇ પટેલઃ ૮૫ માં વર્ષમાં પ્રવેશ

<br />તેજ, તાકાત અને તરવરાટની ત્રિવેણી કેશુભાઇ પટેલઃ ૮૫ માં વર્ષમાં પ્રવેશ

    વાપીઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી શ્રી કેશુભાઇ પટેલનો આજે એટલે કે ૨૪મી જુલાઇના રોજ જન્‍મદિવસ છે. હાલ તેઓ અમેરીકાના વિદેશ પ્રવાસે હોવા છતા શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે.

   કેશુભાઇ સવદાસભાઇ પટેલ ૨૪મી જુલાઇ ૧૯૨૯ના રોજ જન્‍મ સામાન્‍ય... ખેડૂતયુગ...પરીશ્રમમાં સથવારે સંઘની નિસરણી દ્વારા રાજકીય આલમમાં મુખ્‍યમંત્રી પદ સુધીનો તાજ પહેર્યો

   રાજકીય આલમમાં અપાર લોકચાહના મેળવનાર કેશુભાઇએ રાજકીય કારકીર્દીમાં અનેક તડકા- છાયડા જોયા છે. છતા પણ આજે એ જ જોસ અને એ જ જુસ્‍સો... છે. તેઓ વિસાવદરથી ધારાસભ્‍ય તરીકે ચંૂટાયા છે. પરિવર્તન પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે.

   ગુજરાત પરીવર્તન પાર્ટીના હાઇ કમાન્‍ડ શ્રી કેશુભાઇ પટેલ આજે ૨૪મી જુલાઇ ૨૦૧૩ના રોજ યસસ્‍વી કારકીર્દીના ૮૪ વર્ષ પૂર્ણ કરી ૮૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેઓ હાલ અમેરીકા છે. શ્રી કેશુભાઇ પટેલ વિધાનસભામાં રાજકોટ, પડધરી, કાલાવડ વગેરે વિસ્‍તારોનું પ્રતિનિધિત્‍વ કરી ચૂકયા છે. વિધાનસભાના વિપક્ષી નેતા, ભાજપના પ્રદેશ પ્રમુખ બે વખત મુખ્‍યમંત્રી, લોકસભા અને રાજયસભાના સભ્‍ય વગેરે સ્‍થાનો પર રહી ચૂકયા છે. યશસ્‍વી જીવનના આઠ દાયકા પછી તે જ તાકાત, અને તરવરાટ તેમના ચહેરા પર ચમકે છે.excmkeshubhaipatel@gmail.com

   આજના કેશુભાઇના જન્‍મદિને તેમની નામના... તેવી શુભકામના...

    

 (01:21 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]