Birthday

News of Wednesday, 24th July, 2013

ગોંડલ પાલિકા પ્રમુખ ચંદુભાઈ ડાભીનો જન્‍મ દિવસ

<br />ગોંડલ પાલિકા પ્રમુખ  ચંદુભાઈ ડાભીનો જન્‍મ દિવસ

   ગોંડલ, તા. ૨૪ :. ગોંડલ નગરપાલિકાના યુવા પ્રમુખ ચંદુભાઈ એમ. ડાભીનો આજે જન્‍મ દિવસ છે. જીવન સફરના ૪૨ વર્ષ પૂરા કરી આજે ૪૩માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. નગરપાલિકામાં બાંધકામ કમિટિના ચેરમેન તરીકે સફળ કામગીરી કરી હાલ પ્રમુખ પદનો હોદો નિભાવી રહ્યા છે. તેમના વડીલબંધુ ભૂપતભાઈ ડાભીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ચંદુભાઈ ડાભીએ નાની વયથી જ જાહેર જીવનમાં પ્રવેશ કરી લોકોની ચાહના મેળવી છે.

   ગોંડલ ખાતે બક્ષીપંચ મોરચાની રચના કરી જીલ્લાકક્ષાનું આગવુ સંગઠન કરી ગુજરાત કક્ષાએ પ્રથમ હરોળના સંગઠન તરીકે મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રસંશા મેળવી છે. છેવાડાના સામાન્‍ય શ્રમીક માણસને પણ સાથે રાખી ચાલવાની લાગણી ધરાવતા ચંદુભાઈ ડાભી ગોંડલ શહેરને રાજવી સર ભગવતસિંહજીનું મૂળ ગોંડલ બનાવવાની નેમ ધરાવે છે. મો. ૯૯૭૯૨ ૪૧૫૫૫

    

 (01:22 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]