Birthday

News of Wednesday, 24th July, 2013

‘સૌને માફ કરો એજ આનંદમય ક્ષણ' દાદા જે. પી. વાસવાણીના જન્‍મદિને અનોખો કાર્યક્રમ

   રાજકોટ તા. ૨૪ : સાધુ વાસવાણી મીશનના આધ્‍યાત્‍મિક વડા દાદા જે. પી. વાસવાણીના ૯૫ માં જન્‍મ દિવસની તા. ૨ ઓગષ્‍ટે વિશ્વભરમાં ઉજવણી થનાર છે. આ દિવસે ‘સૌને માફ કરો એ જ આનંદની ક્ષણો' એવા સંદેશ સાથે ઉજવણી કરવામાં આવનાર છે.

   ત્‍યારે રાજકોટમાં પણ ૨૦ જુલાઇથી તા.૨૬ જુલાઇ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. સત્‍સંગ, સેવા, નુરીગ્રંથનું પઠન, અખંડ આનંદ કિર્તન, સ્‍પર્ધા, સીનીયર સીટીઝન ગ્રુપ દ્વારા કાર્યક્રમો થશે.

   જયારે ર ઓગષ્‍ટના રાજકોટના ૪૦ ભાવિકોનું એક ગ્રુપ પુના ખાતે બપોરે ર વાગ્‍યે દાદા જે. પી. વાસવાણીના સાનિધ્‍યમાં યોજાનાર ‘સૌને માફ કરો' કાર્યક્રમમાં હાજરી આપવા જનાર છે. આ તકે રાજકોટની ધર્મપ્રેમી જનતાએ પણ આનંદની ક્ષણમાં સામેલ થવા સાધુ વાસવાણી સેન્‍ટર રાજકોટ દ્વારા અનુરોધ કરાયો છે. વધુને વધુ લોકોએ કાર્યક્રમમાં જોડાવા અપીલ કરાઇ છે.

    

 (04:32 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]