Birthday

News of Thursday, 25th July, 2013

નાયબ સેકશન અધિકારી અશ્વિન જાટીયાનો જન્‍મદિન

આહીર સમાજની બહુમુખી પ્રતિભા

નાયબ સેકશન અધિકારી અશ્વિન જાટીયાનો જન્‍મદિન

   ગાંધીનગર તા.રપઃ રાજકોટના વતની અને હાલ ગાંધીનગર સ્‍થાયી થયેલા આહીર અગ્રણી શ્રી અશ્વિન જે. જાટીયાનો જન્‍મ તા.રપ/૭/૧૯૭૦ ના રોજ રાજકોટ ખાતે થયેલ. આજે ૪૪ માં વર્ષમાં પ્રવેશ થતા તેમના મો. ૯૮ર૪૬ ૩૯૩૭પ ઉપર મેસેજ દ્વારા ધોધમાર શુભેચ્‍છાઓ વરસી રહી છે. પોતે એક જીવતી-જાગતી સંસ્‍થા જેવા હોવાથી વિદ્યાર્થીકાળથી જ સામાજીક કાર્યોમાં ઓતપ્રોત રહ્યા છે.

   સચિવાલય ખાતે ૧૯૯૦માં ખાતાકીય તપાસનીકચેરીથી કારકિર્દિ શરૂ કરીને તાજેતરમાં જ સચિવાલયના સામાન્‍ય વહીવટ વિભાગમાં જી.પી.એસ.સી.ની. સેમી ડાયરેકટ પરિક્ષા ઉતિર્ણ કરી. બઢતીથી નાયબ સેકશન અધિકારી તરીકે નિમણુંક પામેલ છે. ગાંધીનગર ખાતે વૃક્ષારોપણ, રોડ, બગીચા, બસ સેવાઓ તથા જનહિતનાં વિવિધ સામાજીક કાર્યોમાં તેઓ સતત ઓતપ્રોત રહ્યા છે. કોઇ જાતનો હોદ્દો ન હોવા છતાં જનહિતના આવા કાર્યો માટે કોર્પોરેટર પહેલા તેમને યાદ કરવામાં આવે છે, તે ઉદાહરણરૂપ છે.

   આહીર સમાજના શૈક્ષણીક અને સામાજીક વિકાસ તથા કુરિવાજોની નાબુદી તથા સંગઠન માટે તેઓ સતત પ્રયત્‍નશીલ રહ્યા છે પાટનગરમાં પણ આહીર યુવા ફોરમની સ્‍થાપના કરીને સતત ૧પ વર્ષથી સમાજના તેજસ્‍વી તારલાઓને પ્રોત્‍સાહન આપતા આવ્‍યા છે. ટાઇપરાઇટરના જમાનાથી ગુજરાતી, અંગ્રેજી અને હિન્‍દી, ટાઇપીંગ જાણતા હોવા છતા આજે કોમ્‍પ્‍યુટરના કી-બોર્ડ પર પણ તેમની આંગળીઓ સડસડાટ દોડી રહી છે રાજકોટમાં ટાઇપીંગની અનેક સ્‍પર્ધાઓમાં તેઓએ ઇનામો મેળવ્‍યા છે ટેલીફોન તથા મોબાઇલના પલ્‍સરેઇટ, એ તેમનો આગવો શોખ હોવાથી દૈનિકપત્રોમાં તેમના લેખો પ્રસિધ્‍ધ થતા રહ્યા છે. પોઝીટીવ થીન્‍કીંગમાં માનનારા અશ્વિનભાઇ મોબાઇલ પર સારા કવોટેશન તથા મેસેજ લોકોને મોકલીને સારા સંદેશાનો પ્રસાર કરી રહ્યા છે.

    

 (01:02 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]