Birthday

News of Thursday, 25th July, 2013

રાજકોટ યુવા ભા.જ.પ. ઉપપ્રમુખ અમીત બોરીચાનો જન્‍મ દિવસ

રાજકોટ યુવા ભા.જ.પ. ઉપપ્રમુખ અમીત બોરીચાનો જન્‍મ દિવસ

   રાજકોટ તા. રપ : રાજકોટ શહેર યુવા ભા.જ.પ.ના ઉપપ્રમુખ અમીત બોરીચાનો આજે જન્‍મ દિવસ છે. રપ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા અને પોલીસ પરીવારમાંથી આવતા અમીત બોરીચા યદુનંદન યુવા ગ્રુપ હેઠળ ગરબી મંડળ, જન્‍માષ્‍ટમી મહોત્‍સ્‍વ, હોળી મહોત્‍સવ, તેમજ યુવાનોને લગતી પ્રવૃતી કરી રહ્યા છે. મામા રાજુભાઇ બોરીચાના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર ૧૩માં યુવા ભા.જ.પ. કાર્યકર તરીકે કારકિર્દિ કરીને ર૦૦૯-૧૦માં વોર્ડ નંબર ૧૩માં બક્ષીપંચ મોરચાની જવાબદારી સંભાળીને સફળતા મેળવી ર૦૧૦ થી ર૦૧૩ સુધી શહેર યુવા ભાજપ મંત્રી તરીકે રહ્યા બાદ હાલમાં તેઓ શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. જયોતિ કલબના મેમ્‍બર, જયોતિ ક્રેડીટ કો-ઓપ.સો.લી.ના ડીરેકટર, ગીરનાર કોલોનીના પ્રમુખ જેવી વિવિધ જવાબદારીઓ સફળતા પૂર્વક નીભાવી રહ્યા છે. તેઓના આજે જન્‍મ દિવસે પૂર્વ શાસક પક્ષના નેતા રાજુભાઇ બોરીચા, શહેર ભા.જ.પ. પ્રમુખ ભીખાભાઇ વસોયા, પૂર્વ મેયર સંધ્‍યાબેન વ્‍યાસ, પ્રદીપભાઇ ડવ, સંજયભાઇ બોરીચા, વૈભવભાઇ બોરીચા, સહીતનાઓએ તેમને શુભકામના પાઠવી હતી. (મો. ૯૯૦૪૪ ૦૦૮૦૦)

    

 (01:03 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]