Birthday

News of Wednesday, 31st July, 2013

સી.એમ.ઓ.ના અધિક સચિવ કવિ હર્ષ બ્રહ્મભટ્ટનો જન્‍મદિન

સી.એમ.ઓ.ના અધિક સચિવ કવિ હર્ષ બ્રહ્મભટ્ટનો જન્‍મદિન

   રાજકોટઃ ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રીના કાર્યાલયમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવતા  શ્રી હર્ષ વી. બ્રહ્મભટ્ટનો જન્‍મ ૩૧ જુલાઈ ૧૯૫૪ના રોજ થયેલ. આજે ગતિશીલ અને પ્રગતિશીલ જીવનના સાંઈઠમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ સામાન્‍ય વહીવટ વિભાગના અધિક સચિવ પદેથી નિવૃત થયા બાદ તેમની શ્રેષ્‍ઠ કામગીરીની કદર રૂપે સરકારે ફરી ફરજ સોંપી છે.

   શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ વહીવટી ક્ષેત્રે ખંત, ખેલદિલી અને ખૂમારીનું પ્રતીક ગણાય છે. ગાંધીનગરમાં સરકાર ગમે તેની હોય, દરેકની ગૂડબુકમાં તેમનું નામ રહ્યુ છે તેઓ શ્રેષ્‍ઠ વહીવટી અધિકારી ઉપરાંત ઉમદા કવિ પણ છે. તેમની રચનાઓ હૃદયના તાર ઝણઝણાવનારી હોય છે. આજે જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઈ રહ્યા છે.

   મો. ૯૯૭૮૪ ૦૫૦૩૫ ગાંધીનગર

    

 (12:32 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]