Birthday

News of Thursday, 1st August, 2013

વાંકાનેર ચેમ્‍બર્સ ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ પટેલનો જન્‍મ દિવસ

    વાંકોનર તા. ૧: વાંકાનેરના યુવા અગ્રણી ઉદ્યોગપતી અને ચેમ્‍બર્સ ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ બેચરભાઇ પટેલનો આજે તા.૧ના જન્‍મ દિવસ છે. મુળ જસદણના અને છેલ્લા બે દસકાથી વાંકાનેરમાં સ્‍થાય થઇ જસદણ સીરામીક નામના ફાયર બ્રીગ્‍સ ઉત્‍પાદન કરી ઉચ્‍ચ કવોલેટી અને પોતાની ધગસથી એકમાંથી અનેક યુનિટો શરૂ કરી જસદણ સીરામીકનું એક મોટુ ગ્રુપ ઉભુ કરવામાં આ યુવાનને ભારે સફળતા મળેલ છે.ઉદ્યોગક્ષેત્રે ડંકો વગાડી નેશનલ તથા ઇન્‍ટરનેશનલ એવોર્ડ પ્રાપ્‍ત કરનાર પ્રજ્ઞેશભાઇ પટેલને ઇન્‍ટરનેશનલ ગોલ્‍ડસ્‍ટાર એવોર્ડ, નોબલ ઇન્‍ડીયા બીઝનેશ-એવોર્ડ, બીઝનેશ રીસર્ચ એન્‍ડ ડેવલોપમેન્‍ટ એવોર્ડ અને રાષ્‍ટ્રીય ઉદ્યોગ રત્‍ન એવોર્ડ આમ ચાર એવોર્ડ મળનારા પ્રજ્ઞેશભાઇ પટેલ નાની ઉંમરથી જ ઉદ્યોગ ઉપરાંત સામાજીક-સેવાકીય-શૈક્ષણીક અને ધાર્મિક સંસ્‍થાઓ સાથે પણ સંકળાયેલા છે વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળામાં કારોબારી સભ્‍ય, વાંકાનેર પાટીદાર સમાજના ટ્રસ્‍ટી, સીદસર પાટીદાર સમાજના મેમ્‍બર, ઉપરાંત અનેક સંસ્‍થામાં સેવા આપે છે.લાયન્‍સ કલબ ઇન્‍ટરનેશનલ ડીસ્‍ટ્રીકટ-૩ર૩-જે કેબીનેટ ડેપ્‍યુટીટ્રેઝરર-ડીસ્‍ટ્રીકટ-જોનચેર પર્સન, ડીસ્‍ટ્રીકટ ચેર પર્સન ઉપરાંત વર્ષ ર૦૦૬-૦૭ અને ર૦૦૭-૦૮ ના બે વર્ષ માટે વાંકાનેર લાયન્‍સ કલબના પ્રેસીડન્‍ટ પદે પણ સેવા આપી હતી. નાની ઉમરે મોટી નામના મેળવનાર પ્રજ્ઞેશભાઇ પટેલ વાંકાનેર ચેમ્‍બર્સ ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના પ્રમુખ પદે પણ રહી વાંકાનેરના વિકાસના અને જરૂરીયાત પ્રશ્નોની સફળતા પુર્વક રજુઆતો કરી સુંદર કામગીરી કરી રહ્યા છે.તેમના (મો. ૯૮રપર રર૮પ૦) છે.

    

 (01:08 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]