Birthday

News of Thursday, 1st August, 2013

દરિયા જેટલુ વ્‍હાલ મુબારક, ફળદુને જન્‍મદિન મુબારકઃ ગુજરાત ભાજપના સુપ્રિમોનો ૫૭માં વર્ષ પ્રવેશ

   રાજકોટઃ. આર.સી. તરીકે ઓળખાતા શ્રી રણછોડભાઈ ચનાભાઈ ફળદુનું નામ ગુજરાતના જાહેર જીવનમાં ખૂબ માનપૂર્વક લેવામાં આવે છે. તેઓ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ છે. તેમનો જન્‍મ ૧ ઓગષ્‍ટ ૧૯૫૭ના રોજ કાલાવડ (શીતલા) ગામમાં થયેલ. આજે ધબકતા-ઝબકતા જીવનના સતાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ધન્‍ય ઘડી રળિયામણી, આર.સી.ના જન્‍મદિનની વધામણી...

   લેઉવા પટેલ રત્‍ન શ્રી આર.સી. ફળદુ શીશુકાળથી જ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના રંગે રંગાયેલા છે. ૧૯૯૫થી ૨૦૦૦ સુધી જામનગર જિલ્લા પંચાયતના સભ્‍ય હતા. સતત ત્રણ ટર્મ કાલાવડ બેઠક પરથી ભાજપના ધારાસભ્‍ય પદે ચૂંટાયેલ. વિધાનસભાના મુખ્‍ય દંડક તરીકે પણ કામગીરી કરી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સતત બીજી વખત પાર્ટીએ તેમને જવાબદારી સોંપી છે. વાંચન, રમતગમત, સમાજ સેવા વગેરે તેમના શોખના વિષયો છે. સજ્જન, સેવાભાવી અને શિસ્‍તબદ્ધ નેતા તરીકે જાણીતા છે. આજે જન્‍મદિન નિમિત્તે રાજ્‍યભરના કાર્યકરોની શુભેચ્‍છા તેમના પર મુશળધાર વરસી રહી છે.

   મો. ૯૯૭૮૪ ૦૬૦૬૦ - રાજકોટ

    

 (01:28 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]