Birthday

News of Thursday, 1st August, 2013

શુભત્‍વની આંધી, દિલીપ ગાંધી... ભાજપના મહામંત્રીનો જન્‍મદિન

<br />શુભત્‍વની આંધી, દિલીપ ગાંધી... ભાજપના મહામંત્રીનો જન્‍મદિન

   રાજકોટઃ. જેના વ્‍યક્‍તિત્‍વમાં શિસ્‍ત, સેવા અને સહકારનો ત્રિવેણી સંગમ રચાયેલ છે અને જેના પ્રત્‍યેક શ્વાસમાં સંગઠનનો ધબકાર છે તેવા રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી દિલીપ ગાંધીનો જન્‍મ તા. ૧ ઓગષ્‍ટ ૧૯૫૬ના દિવસે થયેલ. આજે શુભત્‍વથી શોભતા  જીવનના અઠ્ઠાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

   મૂળ પડધરીના વતની હાલ રાજકોટ નિવાસી શ્રી દિલીપ ગાંધી ભાજપના કસાયેલા કાર્યકર છે. તેઓ પાંચ વર્ષ સુધી જિલ્લા પંચાયતના સભ્‍ય પદે તથા આરોગ્‍ય અને બાંધકામ સમિતિના અધ્‍યક્ષ તરીકે સેવા આપી ચૂકયા છે. પાર્ટીની યોજનાઓને સફળતાપૂર્વક પાર પાડવામાં તેમનું મહત્‍વનું યોગદાન છે. તેઓ લાગણીશૂન્‍ય કે લાગણીવશ નહિં પરંતુ લાગણીશીલ છે. હોઠ પર સ્‍મિત અને હૈયામાં પ્રિત એ જ તેમની સંગઠનની રીત છે. જન્‍મદિનની શુભેચ્‍છા માટે આજે સવારથી તેમનો ફોન રણકી રહ્યો છે. વાદલડી વરસી રે...શુભેચ્‍છાના સરોવર છલી વળ્‍યાં...

   મો. ૯૪૨૮૨ ૦૫૨૫૨ - રાજકોટ

    

 (01:28 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]