Birthday

News of Thursday, 1st August, 2013

બહારો ફુલ બરસાઓ...લલિત કગથરા કા જન્‍મદિન આયા હૈ

<br />બહારો ફુલ બરસાઓ...લલિત કગથરા કા જન્‍મદિન આયા હૈ

   રાજકોટઃ. જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ ઉપપ્રમુખ શ્રી લલિત કગથરા માટે આજે વધુ એક યાદગાર દિવસ ઉગ્‍યો છે. તેમનો જન્‍મ ૧૯૫૭ના વર્ષની તા. ૧ ઓગષ્‍ટે થયેલ. આજે જાજરમાન જીવનના સત્તાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

   ઉદ્યોગપતિ શ્રી લલિત કગથરા વર્ષોથી જાહેર જીવનમાં સક્રિય છે. તેઓ રાજકોટ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ અને કારોબારી અધ્‍યક્ષની ચાવીરૂપ જગ્‍યા પર કામગીરી કરી ચૂકયા છે. ભાવ અને સેવાભાવથી ભરપૂર વ્‍યક્‍તિત્‍વ છે. પડધરી-ટંકારા મતક્ષેત્રમાં જબ્‍બર વર્ચસ્‍વ હોવાનું તેમણે ધારાસભાની ચૂંટણીમાં એકલપંડે લડીને સિદ્ધ કર્યુ છે. તેમના ધર્મપત્‍નિ શ્રીમતી ઈલાબેન કગથરા પાંચ વર્ષ મહાનગરપાલિકામાં કોર્પોરેટર પદે રહી ચૂકયા છે. શ્રી કગથરાએ રાજકારણમાં ઘણા તડકા, છાંયા અને પડછાયા જોયા છે. તેમને ચોમેરથી જન્‍મદિનની શુભકામના મળી રહી છે.

   મો. ૯૮૭૯૫ ૯૯૮૦૦ - રાજકોટ

    

    

 (01:28 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]