Birthday

News of Thursday, 1st August, 2013

બહુમુખી પ્રતિભા એડવોકેટ કિશોર સોજીત્રાઃ હેપી બર્થ ડે

   રાજકોટઃ. મૂળ ગુંદાસરાના વતની અને રાજકોટમાં વર્ષો સુધી રહી હાલ સુરતને કર્મભૂમિ બનાવનાર એડવોકેટ શ્રી કિશોરભાઈ એન. સોજીત્રાએ આજે તા. ૧ ઓગષ્‍ટે સફળતાના સાથીયા અને પ્રતિષ્‍ઠાના અબીલ ગુલાલ વચ્‍ચે યશસ્‍વી જીવનના પંચાવનમાં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે.

   છેલ્લા ૨૩ વર્ષથી વકીલાત ક્ષેત્રે સક્રિય શ્રી કિશોરભાઈ સોજીત્રા રેવન્‍યુ ક્ષેત્રે નામના ધરાવે છે. રાજુલા તાલુકાના ૧૨ પટોડી ગામમાં પરમહંસ સન્‍યાસ આશ્રમના ગુરૂમૈયા ઉર્જાનંદજીના સાનિધ્‍યમાં બગદાણા ગુરૂ આશ્રમના શ્રીમનજીબાપા સાથે મુલાકાત થયા બાદ તેમની પ્રેરણાથી સુરત સ્‍થાયી થયા છે. તેઓ વ્‍યવસાયના સિદ્ધાંતોને વળગી રહ્યા છે. સંતોના શુભાશિષથી સમાજ સેવામાં પણ પોતાનુ યોગદાન આપી રહ્યા છે. કાયદાકીય જ્ઞાનની સાથે વ્‍યવહારૂ જ્ઞાન ધરાવે છે. તેમના સુપુત્ર પ્રશાંત સોજીત્રા અને ભાવિન સોજીત્રાએ પિતાજીનો વારસો દિપાવ્‍યો છે. આજે જન્‍મદિન નિમિત્તે શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઈ રહ્યા છે.

   મો. ૯૯૭૯૯ ૯૧૯૧૯ - સુરત

    

 (01:29 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]