Birthday

News of Thursday, 1st August, 2013

નિષ્‍ઠા - પ્રતિષ્‍ઠાથી ધબકતા - ઝબકતા વી.બી. ભેંસદડીયાની વર્ષગાંઠના વધામણા

નિષ્‍ઠા - પ્રતિષ્‍ઠાથી ધબકતા - ઝબકતા વી.બી. ભેંસદડીયાની વર્ષગાંઠના વધામણા

   રાજકોટ, તા. ૧ : શિક્ષણ જગતના નિષ્‍ઠા-પ્રતિષ્‍ઠાથી ધબકતા-ઝળકતા વી.બી. ભેંસદડીયાની આજે વર્ષગાંઠ છે.

   ડો. વી.બી. ભેંસદડીયાનો જન્‍મ તા. ૦૧-૦૮-૧૯પપના રોજ અમરેલી જિલ્લાનાં કુંકાવાવ તાલુકાના વાવડી રોડ ગામે થયો હતો. તેઓ બી.એસ.સી. (ગણિતશાષા), બી.એડ., એમ. એડ (યુનિવર્સિટી ફર્સ્‍ટ) તેમજ પીએચ.ડી. સુધીનો ઉચ્‍ચ અભ્‍યાસ કરેલ છે.

   તેઓએ કારકિર્દીની શરૂઆત કણસાગરા હાઇસ્‍કુલ, અનીડાના ગણિત શિક્ષક અને સ્‍થાપક આચાર્ય તરીકે કરેલ રર -વર્ષ શિક્ષક, આચાર્ય તરીકે શાળાનું એસ.એસ.સી. બોર્ડનું પરિણામ ૧૦૦ ટકા પ્રાપ્‍ત કરેલ ગણિત-વિજ્ઞાન શિક્ષણ સુધારણાના સેમીનારોમાં પણ જિલ્લા અને રાજય કક્ષા સુધી કી-પર્સન તરીકે સેવાઓ આપેલ છે. શ્રી ભેંસદડીયા ગણિત શિક્ષક હોવાને નાતે કયારેય ટયુશન ન કરતાં વર્ષઃ ૧૯૮૦ થી પૂ. શ્રી પાંડુરંગ શાષાીજીની સ્‍વાધ્‍યાય પ્રવૃત્તિમાં જોડાઇને કૃતિશીલ તરીકે શ્રીમદ ભગવત ગીતાના તેજસ્‍વી વિચારો ‘‘શ્‍ફ વ્‍બ્‍ વ્‍ણ્‍ચ્‍ ન્‍ખ્‍લ્‍વ્‍'' વ્‍યકિત સુધી લઇ જવાના સાંસ્‍કૃતિક કાર્યમાં આજપર્યન્‍ત કાર્ય કરી રહ્યા છે. ગીતાના ઉપદેને વાંચન સુધી સિમીત રાખવાને બદલે જીવનને ગીતામય બનાવનાર વલ્લભભાઇ ભેંસદડીયા તેજસ્‍વી, સંસ્‍કારી જીવન જીવતા રહેલા છે. તેઓની તેજસ્‍વી કારકિર્દીને લક્ષમાં લઇ ગુજરાત રાજય સરકારે વર્ષ : ૧૯૯૭નો શ્રેષ્‍ઠ શિક્ષક તરીકેનો એવો રાજયપાલશ્રીના હસ્‍તે એનાયત થયેલ હતો. આ ઉપરાંત વર્ષ ૧૯૯૯નો ભારત સરકારે શ્રેષ્‍ઠ શિક્ષક તરીકેનો એવો ભારત સરકારના રાષ્ટ્રપતિશ્રીના હસ્‍તે એનાયત થયેલ હતો. વર્ષ : ૧૯૯૯માં ગુજરાત પબ્‍લિક સર્વિસ કમિશનની શિક્ષણ સેવા વર્ગ-૧માં પાઇ થઇ રાજકોટ મુકામે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પ્રાચાર્ય (શિક્ષણ સેવા વર્ગ-૧) ૧-વર્ષ, ૧૦-માસ ફરજ બજાવેલ. તેઓ તા. ર૭-૦૩-ર૦૦૧ થી તા. ર૮-૦૭-ર૦૦પ, ૪-વર્ષ, ૦પ-માસ જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટ તરીકે યશસ્‍વી અને સફળ કામગીરી બજાવેલ. સમગ્ર ગુજરાત રાજયમાં સૌ પ્રથમ શિક્ષકોની ભરતી માટે કેમ્‍પ દ્વારા એન. ઓ.સી./ ઇન્‍ટરવ્‍યુ જેવી પારદર્શક વહીવટી પ્રક્રિયાની પહેલ શ્રી ભેંસદડીયાએ કરેલ હતી. તેઓનાં કાર્યકાળ દરમિયાન ઝડપી પારદર્શક વહીવટ કરી ટયુશનનલી બદી નેસ્‍તનાબુદ કરી લોકહૃદયમાં સ્‍થાન અંકિત કરેલ છે. આજે પણ રાજકોટ જિલ્લો તેઓને કર્મયોગી જિલ્લા શિક્ષણાધિકારી તરીકે યાદ કરે છે.

    ગુજરાત રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલ ‘‘કર્મયોગી'' તાલીમમાં શરૂઆતથી જ કોરગ્રુપ ટીમમાં રાજય કક્ષાએ શ્રી ભેંદડીયાનું આગવું પ્રદાન છે. ર-વર્ષ જેવા સમય જામનગર જિલ્લા શિક્ષણાધિકારી રહી જામનગર જિલ્લાના શૈક્ષણિક સ્‍તરમાં સુધાર લાવવાનો પ્રયત્‍ન કરી ત્‍યાં પણ યશસ્‍વી કામગીરી બજાવેલ. શ્રી ભેંસદડીયા ગુજરાત રાજય કક્ષાએ સૌપ્રથમ ઓનલાઇન ગ્રાન્‍ટ એસેસમેન્‍ટ અંગે સૌપ્રથમ જામનગર જિલ્લામાં શરૂ કરનાર, રાજય કક્ષાએ પ્રવાસન વર્ષ નિમિત્તે શ્રેષ્‍ઠ કામગીરી, સુરત પુરરાહત બચાવ કામગીરીમમં સૌરાષ્ટ્ર-કચ્‍છનાં લાયઝન અધિકારી તરીકે શ્રેષ્‍ઠ કામગીરી, એસ.એસ.સી. / એચ. એસ.સી. પરીક્ષાનાં પરીણામ સુધારણા ક્ષેત્રે યશસ્‍વી કામગીરી કરેલ છે. માધ્‍યમિક શિક્ષણ વિનિયમો ૧૯૭૪ સુધારણા કમીટીમાં ગ્રાન્‍ટ-ઇન-એઇડ કોડ ૧૯૬૪ સુધારણા કમીટી, ટી.ઓ.ટી. તરીકે વી.-ગવર્નન્‍સ કર્મયોગી મહાઅભિયાનની કામગીરીમાં, શાળા ગુણવત એવોર્ડ કમટીમાં શિક્ષણ ગુણવત્તા સુધારણા ક્ષેત્રે રાજય ક્ષેત્રે અગ્રેસર રહી સફળતાપૂર્વક કામગીરી બજાવેલ છે.

    આ ઉપરાંત સંયુકત શિક્ષણ નિયામક (માધ્‍યમિક) અને અધ્‍યક્ષશ્રી રાજય પરીક્ષા બોર્ડનો પણ વધારાના ચાર્જ તેઓ સંભાળી ચુકયા છે. રાજય અને રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્‍ત કરનાર ગુજરાતના એક માત્ર અધિકારી આજે નખશીલ પ્રમાણિકપણે ફરજ બજાવી રહ્યા છે. શ્રી ભેંસદડીયાની રસ રૂચિ વાંચન પ્રત્‍યે ખૂબ જ છે. તેઓએ ૧૦,૦૦૦ ઉપરાંત પુસ્‍તકોનું વાંચન કરેલ છે. વાચનથી વિચાર પ્રભાવી બને અને વિચારથી જીવન પ્રભાવી અને સંસ્‍કારી બને તે માટે વાંચે ગુજરાતમાં માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ ક્ષેત્રેનાં નોડલ ઓફિસર તરીકે કામગીરી બજાવેલ હતી. તેઓ આજે પ૮-વર્ષ પૂર્ણ કરી પ૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓનો મોબાઇલ નંબર : ૯૯૦૯૦ ૭૦ર૬૩ છે. તેઓને જન્‍મ દિવસે શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

    

 (04:16 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]