Birthday

News of Thursday, 1st August, 2013

યુવા એડવોકેટ ઇન્‍દ્રવિજયસિંહ રાઓલનો આજે જન્‍મદિન

યુવા એડવોકેટ ઇન્‍દ્રવિજયસિંહ રાઓલનો આજે જન્‍મદિન

   રાજકોટ, તા. ૧ : યુવા એડવોકેટ ઇન્‍દ્રવિજયસિંહ રાઓલ આજે તેના ૪૧ પ્રગતિશીલ વર્ષ પૂર્ણ કરી ૪રમા  યશસ્‍વી જીવનના વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.રાજકોટ શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ તેમજ એડવોકેટ એવાશ્રી ઇન્‍દ્રવિજયસિંહ રાઓલ (ઇન્‍દુભા) આજે ૧-૮-ર૦૧૩ના  ૪રમાં વર્ષમાં પ્રવેશ કરેલ છે. જેઓ ભૂતકાળમાં રાજકોટ શહેરમાં એન.એસ.યુ.આઇ.ના ઉપપ્રમુખ તેમજ યુવા કોંગ્રેસના ઉ.પ્રમુખ તેમજ લીગલ સેલ કોંગ્રેસના પ્રમુખ તેમજ ક્રિમીનલ બાર એસોસીએશનના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચૂકયા છે. હાલમાં તેઓ રાજકોટ શહેર કોંગ્રેસના ઉ.પ્રમુખ તેમજ અશ્વપાલક કમીટી ગુજરાત તેમજ વિષ્‍ણુવિહાર સોસાયટીના પ્રમુખ તરીકેની સેવા બજાવી રહ્યા છે. તેમના મિત્ર સર્કલમાં ‘ઠાકુર સાહેબ'ના હુલામણા નામથી પ્રખ્‍યાત છે.તેમને પોતાને પ્રાણી, પક્ષી તેમજ વૃક્ષના પ્રેમને કારણે તેઓ સમાજના લાગણીશીલ વ્‍યકિત તરીકેની છાપ ધરાવે છે. હાલમાં તેઓ પોતાના ફાર્મ હાઉસમાં ગીર ગાયો, અનેક જાતના કબુતરો, મરઘાઓ, કુતરાઓ તેમજ અશ્વ (ઘોડા)ઓ રાખે છે. તેઓને પોતાના મોબાઇલ નંબર ૯૮રપ૦ ૮૬ર૭૭ ઉપર શુભકામનાઓ મળી રહી છે.

    

 (04:53 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]