અકિલા ની નવી વેબસાઈટ આપને કેવી લાગી?
આપનો અમૂલ્ય અભિપ્રાય આપવા અહી ક્લિક કરો
IPLમાં એકલા રાજકોટમાંથી જ ૨૦૦ કરોડનો સટ્ટો રમાશે: આવતીકાલથી દે ધનાધન ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ થશેઃ ‘રમી' લેવા રાજકોટના ૧૫ મોટા ગજાના બુકીઓ અને ૫૦ જેટલા નાના પંટરોએ પણ તૈયારી શરૂ કરીઃ છાને ખૂણે ઓફિસો ભાડે લેવામાં આવીઃ બીજા નામે સીમકાર્ડ લેવા પડાપડીઃ પોલીસની બાજ નજરઃ તોડબાજી પણ થવાની શકયતાઃ મામા, સંજય, મુન્નારાજા, સાહીલ, કાનો, રાજ, કુલીન, સચીન, જયેશ, દીપક વગેરે બુકીઓ મોટાપાયે સટ્ટો રમવા સજ્જઃ રોજનું અંદાજે ૫૦ થી ૧૦૦ કરોડનુ (02:21 pm IST)
સાંજે IPL-6નું ઝાકમઝાળ ઉદ્ઘાટન : ફિલ્મી સિતારાનો ઝળહળાટ: કલકત્તાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં ક્રિકેટની સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટનું ઓપનિંગ : શાહરૂખની કંપની દ્વારા સમારોહનું ભવ્ય આયોજન : લેસર શો આતિશબાજી થશેઃ સોની સિક્સ - મેક્સ પર LIVE જોવા મળશે આજે ગ્રાન્ડ ઓપનિંગ... કાલથી દે ધનાધન... ૫૪ દિવસ ફટાફટ ક્રિકેટ (02:22 pm IST)
લાંચ રૂશ્વત દળનો ખર્ચ ૨૫ કરોડ, વાર્ષિક ભ્રષ્ટાચાર પકડયો અડધો કરોડ !: રાજ્યના ચુનંદા ૧૩૮ અધિકારીઓના નેજા તળે મસમોટું તંત્ર કાર્યરત પરંતુ કામગીરી ‘પાસેરામાં પૂણી' સમાનઃ એન્ટી કરપ્શન માત્ર સરકારી કર્મચારી - અધિકારીઓને જ પકડી શકે તેવી માન્યતા ખોટી : ભ્રષ્ટ રાજકારણીઓને છટકામાં લઇ શકે છે (02:22 pm IST)
દયાની ‘‘મા''ને દેખાડીશું, પત્રકાર પોપટલાલને કુંવારા નહિ રાખીએઃ આશિત મોદી: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરીયલના ૧૧૦૦ હપ્તા સફળતાપૂર્વક પૂર્ણઃ નિર્માતા સાથે ‘અકિલા'ની વાતચીતઃ ત્રંબક તાવડો - બે માથાળા બોસની પણ સિરીયલમાં એન્ટ્રી થશેઃ બાઘાની પણ જાન જોડીશું: ટપુ-ગોલી હોસ્ટેલમાં, ગયા નથી, સ્કુલનાં કેમ્પમાં ગયા છે, પરત આવતાં ‘ગોકુલધામ' ટપુસેના મસ્તીથી માથે લેશેઃ ફિલ્મના ટાઇટલમાં દયાની સાસુનો ઉલ્લેખ પ્રતિકાત્મકઃ અમારી સિરીયલ આંસુડા સારવા માટેન (02:24 pm IST)
ધર્મો, વંશો, દળોમાં વિખેરાયેલો રાજપૂત સમાજ એક બને : મોહન ભાગવત: સયાજીરાવ ગાયકવાડ અને સ્વામી વિવેકાનંદજીની સાર્ધ શતિ સમારોહ નિમિતે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે મળેલુ રાજપૂત સ્નેહમિલન : દેશભરમાં ફેલાયેલા કરોડો રાજપૂતો એક બને તો દેશનો કાયાપલટ થઇ શકે : મોલેસલામ રાજપૂતોને સમસ્ત રાજપૂતોના સંગઠનમાં સામેલ કરવા મહત્વની ચર્ચા-વિચારણા (05:32 pm IST)
US ના ‘‘પેન્સીલ્વાનીઆ પેશન્ટ સેફટી ઓથોરીટી બોર્ડ''માં ભારતીય મૂળના પિડીયાટ્રીકસ ડો. સંતરામની નિમણુકઃ ભારતનું નામ રોશન કરતા ‘‘ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સ''ના ડીગ્રીધારક ડો. સંતરામ : હોસ્પિટલમાં પેશન્ટની સલામતિ વધારવી, સારવાર તેમજ ઓપરેશનની સુવીધાઓમાં ઉમેરો કરવા સહિતની કામગીરી હાથ ધરાશે (11:54 pm IST)
કોલકતાની મેડીકલ કોલેજના ગ્રેજ્યુએટ મહિલા ડો. નંદા કેરકરની US ના લોસ એન્જલસમાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલમા પિડીયાટ્રીક ડીપાર્ટમેન્ટના મેડીકલ ડિરેકટર તરીકે નિમણુંકઃ સાઉધર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીની ધ કેક સ્કુલ ઓફ મેડીસીનમાં પણ ફેકલ્ટી મેમ્બર તરીકે સમાવિષ્ટઃ અમેરિકામાં ભારતીયોનો વધી રહેલો દબદબો (11:55 pm IST)
વિદ્યાર્થીઓને બચત કરવા પ્રોત્સાહન મળે તે માટે કોઇપણ ચાર્જ લીધા વિના ખાતુ ખોલી આપવા US ની બેંકોને ભારતીય મૂળના વિદ્યાર્થી માહિર જેઠાનંદાણીનો અનુરોધઃ ઓછામાં ઓછી અમુક રકમ રાખવાની મર્યાદા દૂર કરી થાપણ ઉપર વધુ વ્યાજ ચૂકવવા સૂચનઃ પ્રેસિડન્ટ બરાક ઓબામાને પણ પત્ર લખી અમલ કરાવવા કરેલી રજુઆત (11:57 pm IST)
સૌરાષ્ટ્રમાં એક વર્ષમાં ખેતીના નવા ૬૦ હજાર વીજ જોડાણ અપાશેઃ ૯૦૦ કરોડનો ખર્ચ: ડાર્કઝોનમાં વીજ જોડાણ આપવાની કામગીરી ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે (02:10 pm)
કહો દિલ સે, ફળદુ ફીર સે...ફરી પ્રમુખ પદે પસંદગી: ધારાસભાની ચૂંટણી ભલે હાર્યા, ભાજપ કાર્યકરોના દિલ જીતી લીધાઃ પ્રદેશ કાર્યાલય ખાતે વિધિવત ઉમેદવારીઃ બીનહરીફ ચૂંટાશે (02:11 pm)
ગુરૂથી રવિ ગરમીમાં વધારો જોવા મળશે: આજે-કાલે પારો નોર્મલ આસપાસ રહેશે : કાલે ભેજનું પ્રમાણ વધુ રહેશેઃ તા. ૪ થી ૭ મહતમ તાપમાન નોર્મલથી એક-બે ડીગ્રીનો વધારો થશે : આજે દિવસ દરમ્યાન ૧૫ થી ૨૦ કિ. મી. ની ઝડપે પવન ફૂંકાશે : અશોકભાઇ પટેલઃ તા. ૫ થી ૮ એપ્રિલ દરમ્યાન નોર્થ આંધ્ર અને છતિસગઢ વિસ્તારમાં હિટવેવ છવાશે : પારો ૪૧ થી ૪૩ ડીગ્રીએ પહોંચી જશે : તા. ૭-૮ વિદર્ભમાં પણ હિટવેવની આગાહી (02:12 pm)
એનસીડીઇ+ દ્વારા ડાયરેકટ ડિલીવરી સાથે ‘કોટન ફયુચર્સ' માં સોદા શરૂ કર્યા : રાજકોટ બેઝ સેન્ટર: કડી વધારાનું ડિલીવરી સેન્ટર : ૧લીથી વાયદા શરૂ (02:12 pm)
રાજકોટના લોહાણા દિનેશભાઇ અજાગીયાએ વેવાઇ કોડીનારના ગંગદેવ પરિવારના ત્રાસથી જીવ દીધો: લગ્નના ચાર જ માસ બાદ દિકરી જ્યોતિને પૈસાદાર સાસરિયા ત્રાસ આપવાનું શરૂ કરતાં સવા બે વર્ષથી રિસામણે હતીઃ ધંધાકીય, કોૈટુંબીક રીતે નુકસાન કરી નિઃસહાય કરી દઇ સતત ધમકીઓ અપાતાં અંતિમ પગલુ ભરવા મજબૂર થયાની સ્યુસાઇડ નોટઃ પોલીસે આરંભેલી તપાસઃ રાજકોટના લોહાણા સમાજ, રઘુવીર સેનાને મદદરૂપ થવા ન્યાય અપાવવા પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ (02:11 pm)
ગોંડલ પાસે કારમાંથી ર૮૮ બોટલ દારૂ પકડાયો: મોવિયા રોડ પર ગોડાઉનમાં આઇટેનમાંથી દારૂનો જથ્થો ઠલવાતો'તો ને એલસીબી ત્રાટકતા બુટલેગરો છનનઃ કાર સહિત પોણા ચાર લાખનો મુદ્દામાલ કબ્જે (02:15 pm)
સાજડીયાળીમાં ૮ વર્ષની બાળા સાથે અડપલા કરનાર પરબત અને ગલા બાલધાની શોધખોળ: ૭૦ અને ૭૫ વર્ષના વયો વૃધ્ધ સગાભાઇઓએ લખણ ઝળકાવતા ધોરાજીના નાના એવા ગામમાં ભારે ચર્ચા અને ભારે રોષ (02:16 pm)
રાજુલા માર્કેટ યાર્ડ દ્વારા દાતરડી, ખેરા અને ખાખબાઇ ગામના લાભાર્થીઓને ૧.૫૦ લાખના સહાય ચેક અર્પણ (02:17 pm)
મારી પાસે પ૦ હજારની માંગણી કરી'તી : રમાબેન મકવાણા: પ્રજાનાં વિકાસકાર્યો કર્યા હોવા છતા વારંવાર ભ્રષ્ટાચારનાં આક્ષેપો : જેતપુર-નવાગઢ પાલિકા પ્રમુખનું નિવેદન (02:29 pm)
માત્ર જસદણ તાલુકાની જ આનાવારી ઉંચી દેખાડી અછતમાંથી બાકાત રાખવા સબબ જવાબદારો સામે પગલા ભરો: અન્ય તાલુકાની આનાવારી નીચી કેમ હોય શકે? : કુંવરજીભાઈઃ અધિકારીઓની ભુલ અને સરકારની બેધારી નિતિનો ભોગ પ્રજા બની : ખેત મજૂરો કફોડી હાલતમાં : તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી (02:29 pm)
ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ ભાવજીભાઇ ચનીયારાનું હાર્ટએટેકથી નિધન : ભાજપ વર્તુળમાં ઘેરો શોક: સીવીયર એટેક આવતા રાજકોટ લઇ જવાયેલ : હોસ્પિટલે પહોંચતા પહેલા જ દેહ છોડી દીધો : સેંકડો લોકો અંતિમયાત્રામાં જોડાયા : પટેલ સમાજે ધંધા - રોજગાર બંધ રાખી અંતિમ વિદાયમાન આપ્યું (02:14 pm)
લોધીકાના ચીભડા ગામે પત્નિ સાથે ઝઘડો થતા ગોરધનભાઈ પરમારે સળગી જીવ દીધો: મોટી પુત્રીના સગપણ બાબતે બન્ને વચ્ચે ઝઘડો થતા લાગી આવતા પગલુ ભર્યાનું ખુલ્યું (02:14 pm)
જૂનાગઢ અને તાલાલા પંથકમાંથી તરૂણ સહિત ત્રણ શખ્સો વિદેશી દારૂ સાથે ઝબ્બે: ૬૭ બોટલ દારૂ સહિત મોટર સાયકલ કબ્જે (02:15 pm)
જસદણના ફુલજરની બેલાની ખાણ અંગે ખાણ ખનીજ વિભાગને રીપોર્ટ સુપ્રત થયો: ખરેખર કેટલી ખનીજ ચોરી થઇ છે ? : સ્થળ ઉપરથી ૭ ચકરડી, જનરેટર સેટ, બે બેરલ ડીઝલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો (02:16 pm)

સૌરાષ્ટ્ર-કચ્છમાં જળસમસ્યાથી જનજીવનને વ્યાપક અસર: અપુરતા અને અનિયમિત પાણી વિતરણનાં કારણે કપરી સ્થિતી : પાણી માટે દોડધામ કરતા લોકો (02:18 pm)
![]()
નજીકના નંબર દુર કરતા કોન્ટેકટ લેન્સ તૈયાર કરાયા : રાત્રે પહેરવાથી નજીકના નંબર જશે: નજીકનું જોવાની તકલીફ સહન કરતા લોકોને આનંદો (02:09 pm)































