NRI Samachar

News of Saturday, 6th April, 2013

‘‘શ્રી સંતરામ ભક્‍ત સમાજ USA''ના ઉપક્રમે ‘‘મહાપુર્ણિમા''ઉત્‍સવની કરાયેલી ઉમંગભેર ઉજવણીઃ ન્‍યુજર્સી, ન્‍યુયોર્ક, એટલાન્‍ટા, ફલોરિડા, ટેકસાસ, ફિલાડેલ્‍ફિઆ,સહિતના વિસ્‍તારોમાંથી ઉમટી પડેલા ૧૮૦૦ ઉપરાંત સંતરામ ભક્‍તો : શ્રી વિષ્‍ણુ સહષા નામસ્ત્રોત, સંતરામસ્ત્રોત, પદો, ધુન, તથા કૃષ્‍ણભજનો ઉપરાંત સાકર વર્ષા અને મોટી આરતીના દર્શનથી ધન્‍ય બનતા ઉપસ્‍થિતોઃ પૂ.ડોંગરેજી મહારાજની કથા આધ��

                   (દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સી : તાજેતરમાં માર્ચ ૩૧ ,૨૦૧૩,શનિવારનાં રોજ  અમેરિકામાં છેલ્લા ૧૯ વર્ષોથી કાર્યરત શ્રીસંતરામ ભક્‍ત સમાજ યુ.એસ.એ. આયોજિત સંતરામ સત્‍સંગની  ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

                  ગુજરાતના સુપ્રસિધ્‍ધ  શ્રીસંતરામ મંદીરના બ્રહ્મલીન અષ્‍ટમ મહંત શ્રી નારાયણદાસજી  મહારાજશ્રીની પ્રેરણા  ત્‍થા આશિર્વાદથી ૧૯૯૩માં સંતરામ ભકત સમાજની  સ્‍થાપના થઇ હતી. વર્ષમાં ત્રણ - વખત મહાપુનમ, ગુરૂપૂનમ અને દિવાળી નિમીતે સત્‍સંગનું આયોજન થઇ રહ્યુ છે. વર્તમાન મહંતશ્રી રામદાસજી  મહારાજના આશિર્વાદ દ્વારા  ટેલિફોન દ્વારાર મંગલાચરણ અને સત્‍સંગની  શુભ શરૂઆત થઇ હતી. 

                  ન્‍યુજર્સી,ન્‍યુયોર્ક,એટલાન્‍ટા  ફલોરિડા ટેક્‍સાસ અને આજુબાજુના રાજ્‍યોમાંથી પણ ૧૮૦૦ થી  વધુ ઉપસ્‍થિતી  સંતરામ  ભક્‍તોએ સંતરામ મહારાજની  કૃપાપ્રસાદીનો  લાભ મેળવીને ધન્‍ય બન્‍યા હતા. શ્રી વિષ્‍ણુ સહષાનામસ્ત્રોત ત્‍થા સંતરામસ્ત્રોતોના સમૂહ સ્‍તવન બાદ, અમદાવાદના  જાણીતા  રાજ અને સ્‍મૃતિ પંડયાના સંગીત બેલડી દ્વારા  સંતરામના  પદો ધુન અને કૃષ્‍ણભજનનો  આસ્‍વાદ પીરસ્‍યો હતો. ફિલોડેલ્‍ફીયા વિસ્‍તારમાંથી  પણ બે બસો દ્વારા સીનીયર સીટીઝનો ભક્‍તોએ ન્‍યુજર્સીમાં પાઠમાં સમયસર પધારી સત્‍સંગનો  લાભ લૂંટયો હતો.

                  નડિયાદની શત્રુઘ્‍ન વિડિયો દ્વારા પ્રસ્‍તુત સાકરવર્ષાના  દર્શનની  DVD-માધ્‍યમ  દ્વારા  બે મોટા પડદા પર પ્રસારણના દર્શન કરીને વર્ષમાં માત્ર એકવાર મોટી  આરતીનાં દર્શનનો  લાભ મેળવી ઉપસ્‍થિતી  બે હજાર ભક્‍તોની  મેદનીએ આનંદ મેળવ્‍યો હતો. સ્‍ટેજ ઉપરની  સુશોભન  સેવા ત્‍થા પૂ. લક્ષ્મણદાસજી મહારાજની  ગાદી - સેવાના દર્શન આહલાદક અને અદભુત લાગતા હતા.

                  સંતરામ મંદીરના અદના સેવક મુ.જયંતિભાઇ જોષી દ્વારા સંકલિત પૂ.ડોંગરેજી મહારાજના કથા - પ્રવચનો  આધારિત ‘‘શિવ લીલામૃત''નુ પુસ્‍તક સર્વે ઉપસ્‍થિત ભક્‍તોને સંતરામ પ્રસાદીરૂપે વહેચવામાં આવેલ. પૂ.ડોંગરેજી મહારાજશ્રીના  રંગબેરંગી  ફોટા અને  લાક્ષણિક મુદ્દાના દુર્લભ ફોટાના સંગ્રહ સાથેનું પ્રકાશન કેલિફોર્નિયા સ્‍થિત સંતરામ ભક્‍ત પરિવાર અ.સૌ.સ્‍વાતીબેન અને ભદ્રાક્ષકુમાર પટેલના સૌજન્‍યથી સંતરામ મંદીર દ્વારા મહાપૂર્ણીમા ઉજવણી નિમિત્તે કરવામાં આવેલ.

                  ખેડા જિલ્લાના આજુબાજુના વિસ્‍તારમાંથી અત્રે અમેરિકામાં આર્થિક વ્‍યવસાય માટે સ્‍થાયી થયેલા ભક્‍તો પોતાનો કિંમતી  સમય કાઢીને  સંતરામ સત્‍સંગમાં પધારી સંતરામ મહારાજની સેવા કરીને  ધન્‍યતા અનુભવે છે. આ સત્‍સંગનું LIVE TELECASTનડિયાદની બાદશાહ ચેનલ વાળા અમેરિકા સ્‍થિત મિરાજ પટેલે પોતાની આગવી સુઝ અને કુનેહથી સત્‍સંગમાં ઉપસ્‍થિત ભકતો અને સંતરામ મહારાજશ્રીની ગાદી, સુશોભન - સેવાનું વેબકાસ્‍ટીંગનું આયોજન કરેલ. આ  લાઇવ ટેલિકાસ્‍ટ  સંતરામ મંદીરની વેબસાઇટ www.santram.orgના માધ્‍યમ દ્વારા સંતરામ ભક્‍તો માટે પ્રસારણ કરેલ.

                  સંતરામ મંદીરના  દિક્ષિત સંતશ્રી નિર્ગુણદાસજીનાં મધુરકંઠે ગવાયેલ  સુંદરકાંડનું હરિકસેટવાળા  પિયુષ  રાણા દ્વારા DVDબનાવેલ  તેનું ઉપસ્‍થિત તમામ ભક્‍તોએ સમૂહમાં પારાયણ કરીને ધન્‍ય બનેલા. ૧૦,૦૦૦ માઇલ  દૂર બે મોટા પડદાપર, સંતરામ મંદીર નડિયાદ અને શાખા મંદીરના ફોટા સાથે તૈયારDVD માધ્‍યમના આહલાદક દર્શન માત્રથી  સર્વે ભક્‍તો  આનંદિત બની ગયા હતા. છેલ્લે મહાપ્રસાદ લઇને મધુર સંભારણા સાથે જયમહારાજના નાદ ધુન સાથે વિખુટા પડયા હતા. તેવું શ્રી તુષાર વી.પટેલની યાદીમાં જણાવાયુ છે.

 (05:38 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]