NRI Samachar

News of Saturday, 6th April, 2013

થાણે ઈમારત દુર્ધટના : મળતાંક વધીને ૭૨, ત્રણ સસ્‍પેન્‍ડ થયાઃ અન્‍ય અનેક લોકો હજુ પણ લાપત્તા હોવાથી મળતાંક વધશેઃ ગેરકાયદે ઇમારતના સંબંધમાં ધણી ફરિયાદ બાદ કોઈ પગલાં ન લેવા બદલ ડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમીશનર, સિનિયર પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર સસ્‍પેન્‍ડ કરાયા

         થાણે ઈમારત દુર્ધટના : મળતાંક વધીને ૭૨, ત્રણ સસ્‍પેન્‍ડ થયાઃ અન્‍ય અનેક લોકો હજુ પણ લાપત્તા હોવાથી મળતાંક વધશેઃ ગેરકાયદે ઇમારતના સંબંધમાં ધણી ફરિયાદ બાદ કોઈ પગલાં ન લેવા બદલ ડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમીશનર, સિનિયર પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર સસ્‍પેન્‍ડ કરાયા

         થાણે,: થાણેમાં શિલફાટા વિસ્‍તારમાં નિર્માણ હેઠળ રહેલી ઈમારત ધરાશાયી દુર્ધટનામાં મોતનો આંકડો આજે સવારે વધીને ૭૨ ઉપર પહોંચ્‍યો હતો. બચાવ અને રાહત કામગીરી હજી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. હજુ અનેક લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. જેથી મોતનો આંકડો હજુ વધી શકે છે. ધણા લોકો હજુ પણ લાપત્તા બનેલા છે. બંને બિલ્‍ડરોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. પોલીસે બંને બિલ્‍ડરો જમીલ કુરેશી અને સલીમ શેખ સામે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. આ બંને હજુ સુધી ફરાર હતા. દરમિયાન ગેરકાયદે ઇમારતના સંબંધમાં ધણી ફરિયાદો મળી હોવા છતાં કોઈ પગલાં ન લેવા બદલ ત્રણ અધિકારીઓને સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવ્‍યા છે. ડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમીશનર દીપક ચૌહાણ અને વરિષ્ઠ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર (સિલ-દેગર પોલીસ સ્‍ટેશન)ના કેપી નાયક તથા વધુ એક અધિકારીને સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવ્‍યા છે. ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ જવાની ધટનાના બે દિવસ બાદ પણ બચાવ અને રાહત કામગીરીમાં વ્‍યસ્‍ત રહ્યા હતા. થાણે ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ અધિકારીઓનું કહેવું છે કે કાટમાળ હેઠળ ફસાઈ ગયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે. હજુ પણ ધણા લોકોની ઓળખ થઈ શકી નથી. ગંભીર રીતે ધાયલ થયેલા આઠથી ૧૦ લોકોને મુંબઈમાં હોસ્‍પિટલમાં સ્‍વિફ્‌ટ કરવામાં આવ્‍યા છે. ધણા બાળકોને પણ બહાર કાઢવામાં આવ્‍યા છે. આ બનાવમાં ઓછામાં ઓછા ૧૦ બાળકોના મોત થઈ ચૂક્‍યા છે. સિવિક અધિકારીઓનું કહેવું છે કે આ ઇમારત ગેરકાયદેસર હતી. બિલ્‍ડરોએ સંબંધિત પરવાનગી ન મળી હોવા છતાં નિર્માણ કામગીરીને આગળ વધારી હતી. આ ઇમારત વન્‍ય જમીન ઉપર છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા સિવિક અધિકારીએ કહ્યું હતું કે વન્‍ય વિભાગને પણ વધુ માહિતી નથી. ગયા વર્ષે ઓક્‍ટોબર મહિનામાં આ ઇમારતના ગેરકાયદે નિર્માણના સંબંધમાં ધ્‍યાન આપવા સંબંધિત વન્‍ય અધિકારીને એક પત્ર લખવામાં આવ્‍યો હતો પરંતુ તે સંબંધમાં ધ્‍યાન અપાયું ન હતું. આગલા મહિનામાં જ એક ચેતવણી પણ આપવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે માર્ચ મહિનામાં બિલ્‍ડર અદનાથ શેઠને નોટિસ ફટકારાઈ હતી. આ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના નિર્માણમાં ભાગીદારો પૈકી એક તરીકે શેઠને ગણવામાં આવે છે.
          પોલીસે બિલ્‍ડરો સામે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. બિલ્‍ડરો ભૂગર્ભમાં જતા રહ્યા છે જેમાં જમીલ કુરેશી અને સલીમ શેખનો સમાવેશ થાય છે. ઇમારતના નિર્માણમાં પેટા સ્‍તરની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્‍યા હોવાનું પણ જાણવા મળ્‍યું છે. બીજી બાજુ મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, નાયબ મુખ્‍યમંત્રી અજીત પવાર, ગળહપ્રધાન આર આર પાટિલ ધટના સ્‍થળની મુલાકાત લઈ ચૂક્‍યા છે. મહારાષ્‍ટ્ર નવનિર્માણ સેનાના ધારાસભ્‍ય રમેશ પાટિલે આક્ષેપ કર્યો છે કે મ્‍યુનિસિપલ કમીશનરે બિલ્‍ડિંગના સંબંધમાં મળેલી ફરિયાદોના સંબંધમાં ધ્‍યાન આપ્‍યું ન હતું. આ ઇમારતમાં ૩૫ પરિવારો રહેતા હતા. આગામી દિવસોમાં મહારાષ્‍ટ્ર સરકારને પણ  આ અંગે મુશ્‍કેલીનો સામનો કરવો પડી શકે છે. વળતરની જાહેરાત કરી દેવામાં આવી છે. દરમિયાન જાણવા મળેલી માહિતી મુજબ મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી પળથ્‍વીરાજ ચૌહાણને આ કેસના સંબંધમાં દિલ્‍હી બોલાવવામાં આવે તેવી શક્‍યતા દેખાઈ રહી છે. રિઝનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ કન્‍ટ્રોલના સૂત્રોના જણાવ્‍યા મુજબ આ દુર્ધટનામાં ૭૨ લોકોના મોત થઈ ચુક્‍યા છે જેમાં ૩૩ પુરુષો, ૨૨ મહિલાઓ અને ૧૭ બાળકોનો સમાવેશ થાય છે. ધાયલ થયેલા ૬૦ લોકો પૈકી ૩૬ને થાણે, કાલવા અને મુમ્‍બ્રાની હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. ગંભીરરીતે ઇજાગ્રસ્‍તોને મુંબઈમાં જેજે હોસ્‍પિટલ અને સિયોન હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

         થાણે ઈમારત દુર્ધટના...

                  ­           થાણેમાં ઈમારત દુર્ધટનામાં મળતાંક વધીને ૭૨ થયો

                  ­           બચાવ અને રાહત કામગીરી હજુ પણ યુદ્ધના ધોરણે જારી

                  ­           ઈમારત તૂટી પડવાના બનાવમાં બિલ્‍ડરની ધરપકડ કરાઈ

                  ­           ઉત્તરપ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાંથી ધરપકડ કરી લેવાઈ

                  ­           બંને બિલ્‍ડરો સામે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરાઈ

                  ­           મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રીને દિલ્‍હી બોલાવાય તેવી શક્‍યતા

                  ­           દુર્ધટનામાં ૩૩ પુરુષો, ૨૨ મહિલાઓ અને ૧૭ બાળકોના મોત

                  ­           ૬૦ ધાયલો પૈકી ૩૬ને થાણે, કાલવા અને મુંબઈની હોસ્‍પિટલમાં દાખલ કરાયો

                  ­           ગંભીરરીતે ધાયલ થયેલાઓને મુંબઈમાં જેજે અને સિયોલ હોસ્‍પટિલમાં ખસેડાયા

                  ­           નેશનલ ડિઝાસ્‍ટર રિસ્‍પોન્‍સ ફોર્સની પણ મદદ લેવાઈ

                  ­           સ્‍થાનિક પોલીસ અને નાગરિક વહીવટી તંત્રની પણ સેવા લેવાાં આવી

                  ­           ત્રણ અધિકારીઓને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા જેમાં થાણે મ્‍યુનિસિપલ કોપોરેશનના ડેપ્‍યુટી મ્‍યુનિસિપસ કમિશનર સામેલ

                  ­           એડિશનલ ચીફ સેક્રેટરી દ્વારા મામલામાં તપાસ

 (09:56 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]