NRI Samachar

News of Saturday, 6th April, 2013

૧૦ મહિનાની બાળકીને ૨૯ કલાક બાદ બચાવાઈ: થાણે દુર્ધટનામાં ચમત્‍કાર

         

         

                   થાણે, : થાણે ઈમારત દુર્ધટનામાં બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલી રહી છે. આના ભાગરૂપે બનાવના ૨૯ કલાક બાદ એક નવજાત બાળકીને બચાવી લેવામાં સફળતા મળી છે. ૧૦ મહિનાના બાળકને બચાવી લેવામાં આવ્‍યા બાદ બચાવ અને રાહત કામગીરીમાં વ્‍યસ્‍ત લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. પરિવારના સભ્‍યો અને અન્‍ય લોકો આને ચમત્‍કાર તરીકે ગણી રહ્યા છે. આ બાળકીનું નામ કોઈને જાણવા મળી રહ્યુ નથી પરંતુ હવે તેનું નામ ગુડીયા રાખી દેવામાં આવ્‍યુ છે જેને સારવાર માટે કાલવા ખાતેની શિવાજી મેમોરિયલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી છે. ગુડીયા બચી જતા તંત્રએ પણ આヘર્ય વ્‍યક્‍ત કર્યુ છે.

         
 (09:57 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]