NRI Samachar

News of Saturday, 6th April, 2013

શ્રીનગરમાં હાઉસ બોટમાં બ્રિટનની મહિલાની હત્‍યા : નેધરલેન્‍ડના એક પ્રવાસીની ધરપકડ કરાઈઃ હત્‍યા પહેલા બળાત્‍કાર કરાયો હોવાની પોલીસને આશંકા

         

         

         શ્રીનગર, : શ્રીનગરના વિશ્વપ્રસિદ્ધ દાલ સરોવર નજીક એક બ્રિટિશ મહિનાનો મળતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. વિદેશી મહિલાની હત્‍યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્‍યું છે. સારા એલિઝાબેથ નામની આ મહિલાની હત્‍યા કરાયેલી લાશ આજે સવારે તેના રૂમમાં મળી આવી હતી. પોલીસને શંકા છે કે હત્‍યા કરતા પહેલાં તેની સાથે બળાત્‍કાર ગુજારવામાં આવ્‍યો હતો. કારણ કે તેના વષાો ફાટેલા મળી આવ્‍યા છે. બીજી બાજુ નેધરલેન્‍ડના પ્રવાસી ૪૩ વર્ષીય ડેવીડ રિચર્ડની ખીણમાંથી ભાગવાના પ્રયાસ કરતી વેળા કાજી ગુંદમાં શ્રીનગર-જમ્‍મુ રાષ્‍ટ્રીય રાજમાર્ગ ઉપર ધરપકડ કરવામાં આવી છે. કાજી ગુંદ શ્રીનગરથી ૭૫ કિલોમીટરના અંતરે સ્‍થિત છે. સૂત્રોએ કહ્યું છે કે ફોરેન્‍સીક લેબની ટીમ ધટના સ્‍થળે પહોંચી ગઈ છે. મળતદેહને પોસ મોટમ માટે મોકલી દેવામાં આવ્‍યો છે. દાલ લેક નજીક હાઉસ બોટમાં ૨૪ વર્ષીય બ્રિટીશ મહિલાના મળતદેહ મળી આવ્‍યા બાદથી પોલીસ સતત તપાસ કરી રહી છે.પોલીસને શંકા છે કે નવાી વિગત હવે મળી રહેશે. નેધરલેન્‍ડના પ્રવાસીની ધરપકડ કરવામાં આવ્‍યા બાદ તેની પૂછપરછ ચાલી રહી છે. લાંબાગાળા બાદ વિદેશી મહિલાની હત્‍યાને લઈને પોલીસ તંત્ર પણ ચિંતાજનક સ્‍થિતિમાં મૂકાઈ છે. 

         
 (09:57 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]